AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગ્રીન હાઉસ બનાવવા માટે સરકાર આપે છે સબસીડી !
યોજના અને સબસીડીTV9 ગુજરાતી
ગ્રીન હાઉસ બનાવવા માટે સરકાર આપે છે સબસીડી !
આજે ખેડૂતોને એક એવી અસરકારક નવી ટેકનોલોજી જોઈએ છે, જે સતત ઉત્પાદકતા અને નફાની સ્થિરતા વધારી શકે અને આ ટેકનોલોજી છે ગ્રીન હાઉસ ટેકનોલોજી. ગ્રીન હાઉસ ટેકનોલોજીથી છોડને કુદરતી વિપત્તિ જેમ કે વરસાદ, વાવાઝોડું, કીટક જન્ય રોગો અને વધુ પડતી ગરમી જેવા પરિબળોથી બચાવી પાકને અનુકુળ વાતાવરણ આપી શકાય છે. ગ્રીન હાઉસ ટેકનોલોજીથી છોડની આસપાસ એક આદર્શ વાતાવરણ બનાવી શકાય છે, જ્યાં કોઇ પણ સમયે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ છોડને અનુકુળ પર્યાવરણીય પરિસ્થિતિઓ પેદા કરી ઓછામાં ઓછી મહેનતથી વધુમાં વધુ ઉત્પાદન લઇ શકાય છે. ગ્રીન હાઉસ ઓછામાં ઓછા એક એકર એટલે કે 4000 મીટર (40 ગુંઠા) માં સરકારી નિયમ મુજબ બનાવી શકાય છે. ગ્રીન હાઉસમાં હાઈટેક ખેતી પદ્ધતિથી થતા ખેતીના ફાયદાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સબસીડી મળવા પાત્ર છે. ગ્રીન હાઉસમાં ટપક પદ્ધતિ દ્વારા પાણી, ખાતર અને દવાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ત્રણેનો થતો બગાડ અટકાવી શકાય છે અને છોડ સિવાયની જગ્યામાં પાણી અને ખાતર ના મળવાથી નિંદામણ પણ ઘણું જ ઓછુ કરવું પડે છે. ગ્રીન હાઉસના ફાયદા 1. ગ્રીનહાઉસ ટેકનોલોજીથી છોડની આસપાસ એક આદર્શ વાતાવરણ બનાવી પાકનો પરંપરાગત ખુલ્લી ખેતી કરતા 10-12 ગણું ઉત્પાદન લઇ શકાય છે. 2. ગ્રીન હાઉસ ટેકનોલોજીથી આખા વર્ષ દરમિયાન ઓફ સિજનમાં પણ શાકભાજી અને ફળોનું ઉત્પાદન સરળતાથી લઇ શકાય છે. 3. ગ્રીન હાઉસ ટેકનોલોજીથી કેમિકલ, દવાઓ અને જંતુનાશકનો યોગ્ય અને અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે છે. 4. ગ્રીન હાઉસમાં થતા પાકની ગુણવત્તા પરંપરાગત ખેતીના પાક કરતા ખુબ જ ઉચ્ચ કક્ષાની હોય છે. કેટલી સહાય મળે છે ગ્રીન હાઉસ સ્થાપવા માટે 500 ચો.મી.થી 4000 ચો.મી. સુધીની મર્યાદામાં ખેડૂતોને કુલ ખર્ચના 50 ટકા રકમ મહત્તમ તેમજ રાજ્ય સરકારના હિસ્સા પેટે સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 15 ટકા અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 25 ટકા વધારાની સહાય આપવામાં આવે છે. 1. રૂ.૧૬૫૦/ચો.મી અંદાજીત ખર્ચ (૫૦૦ ચો.મી સુધીના વિસ્તાર માટે) 2. રૂ.૧૪૬૫/ચો.મી અંદાજીત ખર્ચ (>૫૦૧ ચો.મી થી ૧૦૦૮ ચો.મી સુધી) 3. રૂ.૧૪૨૦/ચો.મી અંદાજીત ખર્ચ (>૧૦૦૯ /ચો.મી થી ૨૦૮૦ ચો.મી સુધી) 4. રૂ.૧૪૦૦/ચો.મી (>૨૦૮૦/ચો.મી થી ૪૦૦૦ ચો.મી સુધી) 5. પહાડી વિસ્તાર માટે ઉપરોક્ત ખર્ચના ૧૫ ટકા વધુ ખર્ચ ગણવાનો રહેશે. નોંધ: આ યોજનાની વધારે માહિતી મેળવવા માટે આપના જીલ્લાની બાગાયત કચેરીનો કે ગ્રામ સેવક નો સંપર્ક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
17
9
અન્ય લેખો