AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન?
સમાચારન્યુઝ 18 ગુજરાતી
ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન?
📅 રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત કરી હતી કે 10,879 ગામોમાં ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. 📅 તારીખ 29 નવેમ્બર છે એટલે કે ઉમેદવારો આ તારીખથી પોતાની દાવેદારી પત્રક ભરી શકશે. 📅 4 ડિસેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે 📅 6 ડિસેમ્બર ફોર્મ ચેકિંગ 📅 ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 7 ડિસેમ્બર 📅 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન થશે અને જો જરુર પડે તો 20 ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે. 📅 સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. જે બાદ 21 ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. 📅 ગામ થકી દેશ નો વિકાસ તો તમે પણ જરૂર કરશો મતદાન, અને હા કોઈ ચૂંટણીકાર્ડ માં સુધારો વધારો કે નવું બનાવવાનું બાકી હોય તો તેની પણ પ્રક્રિયા ચાલુ છે તમે BLO ( બુથ લેવલ ઓફિસર) ને મળી શકો છો. નોંધ : આ આર્ટિકલ જાગૃકતાના સંદર્ભમાં આપવામાં આવે છે. શું તમે જાણો છો, સરપંચ કે સભ્ય બનવા માટે લાયકાત શું હોવી જોઈએ? આપનો જવાબ નીચે કોમેન્ટ કરી જાણ કરો. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી , આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
34
6