AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગૌશાળામાં ખોલાયું કોરોના સેન્ટર, દર્દીને ફ્રીમાં આયુર્વેદિક રીતે અપાઈ રહી છે ખાસ ટ્રીટમેન્ટ !
સમાચારVTV ન્યૂઝ
ગૌશાળામાં ખોલાયું કોરોના સેન્ટર, દર્દીને ફ્રીમાં આયુર્વેદિક રીતે અપાઈ રહી છે ખાસ ટ્રીટમેન્ટ !
👉 ગુજરાતમાં ગૌશાળાની અંદર એક કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું છે. અમદાવાદના બનાસકાંઠામાં આ સેન્ટરમાં દર્દીની આયુર્વેદિક રીતે સારવાર કરવામાં આવે છે. અહીંની ટ્રીટમેન્ટની ખાસ વાત એ છે કે આ દવાઓ ગાયના દૂધ અને ગૌમૂત્રથી તૈયાર કરાઈ છે. અહીં કોરોનાના દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. તેમનામાં વાયરસના સામાન્ય લક્ષણ છે. આ સેન્ટરને વેદાલક્ષણ પંચગવ્ય આયુર્વેદિક કોવિડ આઈસોલેશન સેન્ટરનું નામ અપાયું છે. અહીં 7 દર્દીની સારવાર કરાઈ રહી છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં એડમિટ કરાય છે દર્દીને 👉 ગૌશાળાના ટ્રસ્ટી મોહન જાધવે કહ્યું કે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં દર્દીઓને એડમિટ કરવામાં આવે છે. તેઓએ કહ્યું કે આ સેન્ટરની શરૂઆત 5 મે એ કરાઈ હતી. ડીસાના એક ગામના 7 દર્દીને અહીં એડમિટ કરાયા છે અને 8 આયુર્વેદિક દવાથી દર્દીની સારવાર કરાઈ રહી છે. આ દવાને ગાયના દૂધ, ઘી અને ગૌમૂત્રથી તૈયાર કરાય છે. પંચગવ્ય આયુર્વેદિક ચિકિત્સાનો કરાય છે ઉપયોગ 👉 મોહન જાધવે કહ્યું કે અહીં ખાસ કરીને કોરોનાના લક્ષણવાળા રોગીની સારવાર પંચગવ્ય આયુર્વેદિક રીતે કરાય છે. અહીં ગૌ તીર્થનો ઉપયોગ કરાય છે જે દેશી ગાય અને અન્ય જડી બુટ્ટીથી બનેલું છે. ખાંસીની સારવાર કરાય છે અને સાથે ગૌમૂત્ર આધારિત દવા આપવામાં આવે છે. અહીં એક ઈમ્યુનિટી બૂસ્ટર ચ્યવનપ્રાશ છે જે ગાયના દૂધથી બન્યું છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
17
5