AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગોડાઉન સબસિડી યોજના 2021 ! જાણો ફાયદા અને અરજી કરવાની રીત !
યોજના અને સબસીડીન્યૂઝ18 ગુજરાતી
ગોડાઉન સબસિડી યોજના 2021 ! જાણો ફાયદા અને અરજી કરવાની રીત !
👉 ભારત કૃષિપ્રધાન દેશ છે. દેશમાં એવા ઘણા ખેડૂત છે કે, જેઓ આર્થિક સ્થિતિને કારણે અનાજનો સંગ્રહ કરી શકતા નથી. જેના કારણે અનેક વખત ખેડુતોએ પોતાનો પાકને ખૂબ જ ઓછા ભાવે વેચવો પડે છે અને ઘણી વખત અનાજ સડી પણ જાય છે. જેના કારણે ખેડુતોને ભારે નુકસાન વેઠવું પડે છે. 👉 હાલમાં ખેડૂતોની આ સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ગોડાઉન સબસિડી યોજના શરૂ કરી છે. હવે આ યોજનાના અમલીકરણથી ખેડુતોને લાભ થવાની અપેક્ષા છે. યોજના અંતર્ગત અનાજને સુરક્ષિત રાખવા માટે સ્ટોર હાઉસ બનાવવામાં આવશે. સ્ટોર હાઉસ બનાવવા માટે લોન અપાશે 👉 ખેડૂત અને ખેડૂત સંબંધિત સંસ્થાઓ આવા સ્ટોરેજ બનાવી શકે છે. આ માટે, કેન્દ્ર સરકાર ખેડૂતોને સ્ટોર હાઉસ બનાવવા માટે લોન પણ આપશે. લોન પર સબસિડી પણ આપવામાં આવશે. સ્ટોર હાઉસના નિર્માણ સાથે, ખેડૂત લાંબા સમય સુધી તેના પાકને ખૂબ જ સરળતાથી સંગ્રહિત કરી શકે છે. વળી, ખેડુતોએ પાકને ઓછા ભાવે નહીં વેચવો પડે. જેના કારણે આગામી સમયમાં ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની ધારણા છે. આ યોજના હેઠળ ખેડૂતોને લોન પર 25 ટકા સુધીની સબસિડી મળશે. બીજી તરફ, સ્ટોર હાઉસ બનાવનાર ખેડૂત ગ્રેજ્યુએટ અથવા કોઈ સહકારી સંસ્થા સાથે સંકળાયેલ હોય તો આવી સ્થિતિમાં ખેડુતોને 2 કરોડથી વધુ લોન પણ મળી શકે છે. કેવી રીતે કરવી અરજી 👉 ગ્રામીણ સંગ્રહ યોજનાનો લાભ લેવા માટે, તમારે તેની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે. 👉 વેબસાઇટનું હોમપેજ ખોલો. 👉 તેમાં એપ્લાય નાઉ પર ક્લિક કરો. 👉 ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ખુલશે. 👉 આ ફોર્મમાં જરૂરી બધી માહિતી ભરો. 👉 આ સિવાય તેને એપ્લાય કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટસ પણ જોડવા પડશે. 👉 આ બાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. 👉 અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
71
11
અન્ય લેખો