AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગેરૂના રોગથી અંજીરનો બચાવ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગેરૂના રોગથી અંજીરનો બચાવ
ગેરૂના રોગનો પ્રકોપ જયારે તાપમાન ઓછું અને ભેજ વધુ હોય તેવા સમયે વધે છે. આ રોગ સેરોટેલિયમ ફીકી ફૂગના કારણે થાય છે, આ ફૂગના પ્રકોપના કારણે, ફળ પર કાળાશ પડતા રંગના ટપકા થાય છે. ફળ સારી રીતે પાકતા નથી. તેઓ જલદી સડી જાય છે. તેથી, આ તબક્કામાં આપણે આ રોગનું નિયંત્રણ કરવું જરૂરી છે. લક્ષણો: ફળ પર ઘણા કાળાશ પડતા ટપકા જોવા મળે છે. આવા ફળો સારી રીતે પાકતા નથી. તે કઠ્ઠણ બને છે અને તે પાકે કે તરત જ સડવા લાગે છે. જો ખૂબ વધારે પ્રકોપ હોય તો, ઝાડના પાન પીળા રંગના થાય છે અને પડે છે. સૌથી વધુ પ્રકોપ થયેલ વાડીમાં, ફક્ત ફળો અને ડાળીઓ બાકી રહે છે. જેના પરિણામે, આવી વાડીમાં ફળનો વિકાસ અટકે છે. સૂર્યના ખૂબ વધુ તાપને કારણે ખુલ્લા ફળો પર જખમ થાય છે.
નિયંત્રણ १) વાડીમાં ડાળીઓની કાપણી કરવી. તે પ્રકોપિત ડાળીઓની સંખ્યાને ઘટાડે છે અને આ જગ્યાએ ડુંખ ઝડપી ઉગે છે. २) વાડી સાફ રાખવી પ્રકોપિત પાન, ફળો કાપી નાખેલ પ્રકોપિત ડાળીઓ એકત્ર કરવી જોઈએ અને વાડીની બહાર સળગાવી નાંખવી જોઈએ. ३) નવા પાન આવ્યા બાદ, કાપણીના 20 દિવસો બાદ, ક્લોરોથેલોનિલ 20 ગ્રામ + કાર્બેનડાઝીમ 10 ગ્રામ 10 લીટર પાણીમાં ઉમેરવું જોઈએ અને છંટકાવ કરવો જોઈએ. આગળનો છંટકાવ નિષ્ણાંતની સલાહ પ્રમાણે કરવો જોઈએ. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ, 14 જૂન 18
121
10