AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગેરંટી વગર ખેડૂતો લઈ શકશે 1.60 લાખ રૂપિયાની લોન !
પશુપાલનGSTV
ગેરંટી વગર ખેડૂતો લઈ શકશે 1.60 લાખ રૂપિયાની લોન !
◾ ખેડૂતોની આવક ડબલ કરવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત કરવામાં આવી છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડની શરતે સરકારની કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ માફક જ છે. જે અંતર્ગત વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીની રકમ ગાય, ભેંસ, બકરી, અને મરઘા પાલન માટે મળશે. તેનાથી 1.60 લાખ રૂપિયા સુધીની રકમ લેવા માટે કોઈ ગેરેન્ટી આપવાની રહેતી નથી. ◾ બૈંકર્સ કમિટીએ સરકારને આશ્વાસન આપ્યું છે કે, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના તમામ પાત્ર અરજદારોને મળશે. આ યોજનાની જાણકારી માટે બેંકો દ્વારા શિબિર આયોજન પણ કરવામાં આવે છે. પશુ ચિકિત્સક પશુ હોસ્પિટલોમાં ખાસ હોર્ડિગ્સ લગાવી રહ્યા છે. ◾ ગાય, ભેંસ માટે કેટલા રૂપિયા મળશે ◾ ગાય માટે 40,783 રૂપિયા ◾ ભેંસ માટે 60,249 રૂપિયા (ભેંસદીઠ હશે) ◾ ઘેટા-બકરા માટે 4063 રૂપિયા મળશે. ◾ મરઘા (ઈંડા આપનારી માટે)- 720 રૂપિયાની લોન મળી જશે. ◾ કાર્ડ માટે શું છે પાત્રતા ◾ અરજીકર્તા પાસે આધાર કાર્ડ ◾ પાનકાર્ડ ◾ ચૂંટણી કાર્ડ ◾ મોબાઈલ નંબર ◾ પાસપોર્ટ સાઈઝના ફોટો ◾ કેટલુ હશે વ્યાજ ◾ બેંક દ્વારા આમ તો 7 ટકાના વ્યાજે લોન આપવામાં આવે છે. ◾ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત પશુપાલકોને ફક્ત 4 ટકાએ વ્યાજ આપવામાં આવશે. ◾ 3 ટકાની છૂટ કેન્દ્ર સરકાર તરફથી આપવાની જોગવાઈ છે. ◾ લોનની રકમ વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીની રહેશે. ◾ પશુ ક્રેડિટ કાર્ડ બનાવા માટે નજીકની કોઈ પણ બેંકમાં જઈને ત્યાંથી ફોર્મ લઈ ભરવાનું રહેશે. ◾ જ્યાં ફોર્મ ભર્યા બાદ તમામ દસ્તાવેજો સાથે જોડી જમા કરાવતા આપને એક મહિનામાં લાભ મળી જશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
110
45
અન્ય લેખો