એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ગુલાબમાં મોલોમસીનું કરો નિયંત્રણ સરળ રીતે !
🌹 માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ જેમ જેમ વધતું જશે અને હવામાં સામાન્ય કરતા વધારે ભેજનું પ્રમાણ રહે તો આ જીવાતનો ઉપદ્રવ ચોક્ક્સ આવી શકે છે.
🌹 ખેડૂતો આને ગળો તરીકે પણ ઓળખતા હોય છે. રસ ચૂંસીને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે ફૂલ, કળી અને કુમળી ડાળીઓ ઉપર કાળી ફૂગનો પણ વિકાસ થાય છે.
🌹 ઉપદ્રવની શરુઆતે કોઇ પણ લીમડા આધારિત દવા (૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી દવા ૧૦ મિલિ) અથવા ફૂગ આધારિત બાયોપેસ્ટીસાઇડ (વર્ટીસીલીયમ લેકાની ૧.૧૫ ડબલ્યુપી પાવડર ૪૦ ગ્રામ) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
🌹 તેમ છતાં જો ઉપદ્રવ વધતો જણાય એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબ્લ્યુજી ૪ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. આ દવાના છંટકાવથી જો થ્રિપ્સનો ઉપદ્રવ હશે તો તે પણ સાથે સાથે નિયંત્રણ થઈ જશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.