AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત સરકારે ખેડૂતોને ચેતવ્યા વાંચો, મોટી ખબર !
સમાચારVTV ગુજરાતી
ગુજરાત સરકારે ખેડૂતોને ચેતવ્યા વાંચો, મોટી ખબર !
🔗 વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડને અમલીકરણ એજન્સી તરીકે નિયુકત કરવામાં આવી છે. જે અંતર્ગત નિગમ દ્વારા ખેડૂતોએ કરેલ અરજી માટે ગ્રામીણ સર્વે, એનાલિસીસ, સ્થળ ચકાચણી, ગુણવત્તા ચકાસણી, પ્રચાર તેમજ આયોજનની કામગીરી અર્થે મેસર્સ સેલન પ્રોજેકટ કન્સલટન્ટ પ્રા.લી.ને કામગીરી સોંપવામાં આવી છે. 🔗 કાંટાળા તારની વાડની કામગીરી માટે કોઈ પૈસા નહીં ચૂકવવાની અપીલ આ કામગીરી પેટે કંપનીને ગુજરાત એગ્રો દ્વારા નાણા ચૂકવવામાં આવે છે. આથી કાંટાળા તારની વાડની યોજના હેઠળ જમીન માંપણી કે અન્ય કોઇ કામગીરી માટે ખેડૂતોએ એજન્સીના કોઇ પણ કર્મચારીને નાણા ચૂકવવાના નથી તેમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનની યાદીમાં વધુમાં જણાવાયું છે. ખેડૂતોની મદદ માટે સરકારે જાહેર કરી હેલ્પલાઈન: 🔗 આ એજન્સીના સ્થળ ચકાસણીના રીપોર્ટના આધારે નિગમના જિલ્લા સ્તરે આવેલાં કેન્દ્રો ખાતેથી ખેડૂતોને તારની વાડ બનાવવાના વર્ક ઓર્ડર આપવામાં આવે છે. તારની વાડ બન્યા બાદ એજન્સીના રીપોર્ટના આધારે નિગમના ખેત સેવા કેન્દ્રો સહાય મંજૂરીના આદેશ તેમજ પેમેન્ટ ઓર્ડર ઇસ્યુ કરે છે. જેના આધારે નિગમની ગાંધીનગર સ્થિત વડી કચેરી ખાતેથી ખેડૂતોના ખાતામાં RTGSથી ડાયરેકટ સહાયની રકમ જમા કરવામાં આવે છે. ખેડૂતોએ આ બાબતે વધુ માહિતી માટે ફોન નંબર ૦૭૯ ૨૩૨૪૦૨૦૮ પર સંપર્ક કરવાનો રહેશે. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
58
15
અન્ય લેખો