AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત માથે વાદળા ઘેરાણાં, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ !!
હવામાન ની જાણકારી VTV Gujarati News
ગુજરાત માથે વાદળા ઘેરાણાં, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ !!
વાવાઝોડું નિવાર દક્ષિણ ભારતને ઘમરોળી રહ્યું છે ત્યારે ગુજરાત માથે પણ વાદળા ઘેરાણા છે. અમરેલીમાં વરસાદ વરસી રહ્યો છે. 👉અરવલ્લીના વાતાવરણમાં પલટો 👉વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ માવઠું 👉ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ ગુજરાતમાં નિવાર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયે વાદળા ઘેરાણાં છે. અરવલ્લીમાં આજે કમોસમી વરસાદ મંડાણો છે. 👉ગઈકાલે વાવાઝોડું ટકરાયું : ગઇકાલે મધરાત્રે મધરાત્રે પુડુચેરી-તમિલનાડુના સમુદ્ર તટે નિવાર વાવાઝોડુ 110 કિમીની ઝડપે દરિયા કિનારે ટકરાયું હતું. વાવાઝોડુ હાલ ઉત્તર, પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. 👉ચેન્નઇમાં આવતી કાલ સુધી વરસાદની સંભાવના : હવામાન વિભાગ દ્વારા વાવાઝોડુ નબળુ પડી ગયુ છે, પરંતુ ચેન્નઇ સહિત અનેક વિસ્તારોમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. માછીમારોને હજુ પણ દરિયા કિનારે ન જવાની ચેતવણી આપી છે.
સંદર્ભ : VTV Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
6
અન્ય લેખો