હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાત માટે બન્યું મોટું સંકટ
બિપોરજોય વાવાઝોડું🌩️ ગુજરાત માટે બન્યું મોટું સંકટ
⛈️રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 13 અને 14 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
⛈️દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. ચક્રવાત બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર દૂર છે. બિપોરજોય વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. આગામી 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે. વાવાઝોડાના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
⛈️આ ઉપરાંત 15મી તારીખ અને ગુરૂવારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ વિસ્તારોમાં ⛈️ભારેથી અતિભારે વરસાદ આપવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી,રાજકોટ,જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી આ વિસ્તારમાં ભારે⛈️ વરસાદની આગાહી કરવામાં આવી છે.
👉સંદર્ભ : Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.