AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત માં થશે ભારે વરસાદ
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાત માં થશે ભારે વરસાદ
🌧️રાજ્યમાં હાલ મેઘરાજાનું જોર ઘટી રહ્યુ છે. આ સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી નવ ઓગસ્ટ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન અનેક ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે. 🌧️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી તારીખમાં નવ ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા છે. હાલમાં વરસાદ ચાલુ રહેશે. બંગાળ ઉપસાગરમાં એક ડિપ ડિપ્રેશન થવાની શક્યતા છે. જેના કારણે વરસાદ થઇ શકે. બંગાળમાં એક બાદ એક સિસ્ટમ બની શકે છે જેના કારણે પવન પણ ફૂંકાઇ શકે છે. હાલમાં વરસાદ દિન પ્રતિદન વધતો રહેશે. 🌧️અંબાલાલે વધુમાં જણાવ્યુ કે, ચોથી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. જેમા દક્ષિણ ગુજરાતનાં આહવા, ડાંગ, સુરત, ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં ઘણાં ભાગોમાં ભારે વરસાદ પણ થઇ શકે છે. પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 કી.મી પ્રતિ કલાક કરતા વધુની ઝડપનો પવન ફુંકાઈ શકે છે. 🌧️તેમણે એમ પણ જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતના ભાગો અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ થવાની રહેશે. જ્યારે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમા દાહોદ, ગોધરાના ભાગ, મધ્ય ગુજરાતના ભાગો જેવાકે વડોદરા, આણંદ, ખેડા, નડિયાદમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 🌧️અંબાલાલ પટેલએ એમ પણ જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરના પણ કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્રણ ઓગસ્ટમાં આશ્લેષામાં સૂર્ય આવતા વરસાદ મોટા પ્રમાણમાં અને ભિન્ન ભિન્ન ભાગોમાં રહેશે. 👉સંદર્ભ :-Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
40
6
અન્ય લેખો