AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત માં થશે ભારે વરસાદ
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાત માં થશે ભારે વરસાદ
🌧️રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 47.63 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. હવામાન વિભાગે કરેલી આગાહી દરમિયાન જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સરેરાશ 86% જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં (સૌરાષ્ટ્ર સિવાય) 40% જેટલો સરેરાશ 🌧️વરસાદ થયો હોવાનું જણાવ્યું છે. 🌧️આ પછી સિસ્ટમ સક્રિય થવાથી 17 થી 18 જુલાઈમાં વરસાદનુ જોર વધવાની સંભાવનાઓ છે. આ દરમિયાન બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, જામનગર, દ્વારકા અને કચ્છમાં ભારે🌧️વરસાદની શક્યતા છે. અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. ત્યાર બાદ 17 થી 20 જુલાઈમાં મધ્ય ગુજરાત ઉતર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થશે. ૧૮ થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં 🌧️વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બની દેશાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આપશે. 🌧️અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગંગા યમુના નદીની જળ સપાટી વધશે. 23થી 26 ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગેમાં 4 ઈંચથી વધુ વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. 🌧️23થી 26 જુલાઈ થંડરસ્ટોર્મ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે.વરસાદના હવનની અસર મધ્ય ગુજરાતના ભાગો સુધી થઈ શકે છે. પેસેફિક મહાસાગરમાં વિશિષ્ટ સ્થિતિની કારણે 23થી 25 જુલાઈમાં પણ હવાનું હળવું દબાણ ઉભુ થશે. આ દબાણ 🌧️પણ વરસાદ લાવશે. 🌧️અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, વરસાદ આપતી એક પછી એક સિસ્ટમ બની રહી છે. જેના કારણે વરસાદ થઈ રહ્યો છે. હજુ પણ એક પછી એક સિસ્ટમ આવશે. તેના કારણે ભારેથી 🌧️અતિભારે વરસાદ થશે. અંબાલાલ પટેલનુ અનુમાન છે કે વરસાદી માહોલ 8 ઓગસ્ટ સુધી યથાવત રહેશે​. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
31
7