AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત માં કોરોના રસી ને લઈને સરકારનો મોટો નિર્ણય !
સમાચારVTV Gujarati News
ગુજરાત માં કોરોના રસી ને લઈને સરકારનો મોટો નિર્ણય !
👉 કોરોના વેક્સિન મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નિરાધાર અને વંચિત લોકોને આધાર કાર્ડના પુરાવા વિના વેક્સિન આપવાનો નિર્ણય લેવાયો છે. 👉 કોરોના વેક્સિન મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય 👉 વૃદ્વાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થામાં રહેતા લોકોને અપાશે વેક્સિન 👉 આવી સંસ્થાઓમાં વસવાટ કરતા વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તે પણ વેક્સિન અપાશે 👉 કોરોના વેક્સિન મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોર્બિડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓને આધાર કાર્ડ વિના પણ કોરોના વેક્સિન અપાશે. વૃદ્વાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થામાં રહેતા લોકોને વેક્સિન આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ 45 વર્ષથી નીચેની વયના વ્યક્તિઓને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. વંચિત અને નિરાધાર લોકોને વેક્સિન મળી રહે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સિન આપવાનો સૌથી મોટો નિર્ણય કર્યો છે. કેટલા લોકોને અપાઇ રસી? 👉 અત્યાર સુધમાં કુલ 32,74,493 લોકોને પ્રથમ ડોઝનું અને 6,03,693 લોકોનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 38,78,186 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. સંદર્ભ : VTV Gujarati News. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
0