કૃષિ વાર્તાસંદેશ
ગુજરાત ના વધુ એક જિલ્લા ને મળશે દિવસે લાઈટ, જાણો સંપૂર્ણ માહિતી !
સરકારના પાંચ વર્ષની ઉજવણી માટે શરૂ કરવામાં આવેલ સુશાસન સપ્તાહના ભાગરૂપે આગામી તા.5 ના રોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ હજારો ખેડૂતોને દિવસના 8 કલાક વિજળી આપવામાં આવનાર છે આ માટે પીજીવીસીએલ દ્રારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. કિસાન સૂર્યોદય યોજનામાં ખેડૂતોને દિવસના 8 કલાક વીજળી આપવામાં આવનાર છે તેના માટે ગામો અને ખેડૂતોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. આગામી તા. 5 ના રોજ એકસાથે સૌરાષ્ટ્રના 348 ગામડામાં કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં એક કાર્યક્રમ દિઠ 400 ખેડૂતોને હાજર રાખવામાં આવશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
22
3
અન્ય લેખો