AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત ના લોકોને મળશે મફત માં ઘર ઘંટી
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ગુજરાત ના લોકોને મળશે મફત માં ઘર ઘંટી
▶️જે વર્ગો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે અને આર્થિક રીતે પછાત છે. આવા ગરીબ લોકોને આર્થિક રીતે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે એટલા માટે સરકાર દ્રારા માનવ ગરીમા યોજના ની જાહેરાત કરવામાં આવી છે જેથી ગુજરાત મા રહેતા આર્થિક રીતે પછાત અને ગરીબો ને સહાય મળે.જેનાથી ગુજરાતની અનુસૂચિત જનજતીને નવો વ્યવસાય સ્થાપવાની તક મળશે. ▶️રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે. ઘરધંટી સહાય યોજનાની પાત્રતા ▶️આ યોજનાની અરજી કરવા માટે ઉમર 16 થી 60 હોવી જોઈએ ▶️અરજદાર ની વાર્ષિક આવક જો તે ગામડામા રહે છે તો 1,20,000 અને શહેર મા રહે છે તો તેની આવક ▶️1,50,000 હોવી જોઇએ અને નગરપાલિકા અધિકારીને આવક નો પુરાવો રજૂ કરવાનો રહેશે ▶️આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રો ને મળશે ▶️આ યોજના વિધવા અને વિકલાંગ લોકો માટે પણ ખુલ્લી છે. ▶️દરેક રાજ્યમા 50,000 વધુ લોકોને મફત ઘરધંટી આપવામાં આવશે ઘરધંટી સહાય યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ? ▶️આધારકાર્ડ ▶️રેશનકાર્ડ ▶️જન્મ પ્રમાણપત્ર ▶️મોબાઇલ નંબર ▶️રહેઠાણ નો પુરાવો (લાઈટ બીલ, લાઈસન્સ, ચૂંટણી કાર્ડ, જમીન ના દસ્તાવેજો માંથી કોઈ પણ એક) ▶️વાર્ષિક આવક નું પ્રમાણપત્ર ▶️વ્યવસાયલક્ષી તાલીમ લીધેલ હોય તેવો પુરાવો ▶️અભ્યાસ ના પુરાવા ▶️જો અક્ષમ હોય તો અપગ તબીબી પુરાવો ▶️જો સ્ત્રી વિધવા હોય તો વિધવા પ્રમાણપત્ર ઘરધંટી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી? ▶️આ યોજના ની વધુ માહિતી માટે અને અરજી કરવા માટે તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની @ e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..
39
1
અન્ય લેખો