કૃષિ જુગાડકૃષિ જાગરણ
ગુજરાતી ખેડૂતે કર્યા એવા આવિષ્કાર કે, દેશ-વિદેશમાં થઈ રહી છે ચર્ચા !
🏵️ ગુજરાતના અમરેલી જિલ્લાના મોટા દેવાલ્યા ગામમાં એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલ મનસુખભાઇ જગાની બહુ ભણેલા નથી. મનસુખભાઈએ વર્ષો સુધી હીરાની ફેક્ટરીમાં હીરા ઘસવાનું પણ કામ કર્યું. પરંતુ તેમનું ત્યાં મન લાગતું નહોંતું. તેઓ કઈંક અલગ જ કરવા ઇચ્છતા હતા. આ માટે ગામ પાછા આવી ગયા. હંમેશાંથી મશીન અને અન્ય ઉપકરણો સાથેના લગાવના કારણે મનસુખભાઈએ અહીં તેમનો એક નાનકડો વર્કશોપ શરૂ કર્યો અને સાથે-સાથે ખેતી પણ કરવા લાગ્યા. સાઇકલ સ્પ્રેયર: - વર્ષ 2005 માં તેમણે 8 દિવસમાં જ સાઈકલ સ્પ્રેયરનું ઈનોવેશન કર્યું હતુ. - તેમણે એક સાઇકલની પાછળના પૈડામાં થોડા બદલાવ કર્યા અને પછી તેના પર સ્પ્રેયરને એડજસ્ટ કર્યું. - આ સાઇકલ સ્પ્રેયર ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી છે. - તેનાથી આરામથી આખા ખેતરમાં બહુ ઓછા ખર્ચે સ્પ્રે કરી શકાય છે. - માત્ર ત્રણ કલાકમાં ખેડૂત 4 એકરમાં સ્પ્રે કરી શકાય છે. ટેન્કની ક્ષમતા 25-30 લીટર છે. - - - તેમાં વધારે મજૂરોની પણ જરૂર નથી પડતી. - કામ પૂરું થઈ જાય પછી સ્પ્રેયરને સાઇકલમાંથી કાઢી શકાય છે. - આ આવિષ્કાર માટે પણ મનસુખભાઈને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનથી સન્માન મળ્યું છે અને તેના પર તેમની પેટન્ટ પણ છે. બુલેટ સાંટી - વર્ષ 1994માં મનસુખભાઈએ તેમનો પહેલો આવિષ્કાર કર્યો. - “બુલેટ સાંટી.” આ એકદમ ટ્રેક્ટરની જેમજ કામ કરે છે. - તેમણે એક એવું ‘સુપર હળ’ બનાવ્યું , જે ખોદણીથી લઈને વાવણીની સાથે-સાથે જમીનને સમથળ બનાવવામાં પણ કામ છે. - તેમને લગભગ 5 વારના પ્રયત્ન બાદ સફળતા મળી. - તેમનો આ આવિષ્કાર ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી સાબિત થયો છે. - ખેડૂતોને હવે મજૂરો કે બળદ વગેરે પર નિર્ભર રહેવું નથી પડતું, સાથે-સાથે ખેડકામથી લઈને વાવણી માટે ટ્રેક્ટરની જરૂર પણ નથી પડતી. - “બુલેટ સાંટીની મદદથી ખેડૂતો માત્ર અડધા કલાકમાં બે એકર જમીનને ખેડી શકે છે અને એ પણ માત્ર એક લીટર ડિઝલમાં જ કોઇપણ ખેતરનું નિંદણ અને વાવણીનું કામ પણ ઝડપથી થઈ શકે છે અને તેમાં ખર્ચ પણ બહુ ઓછો લાગે છે. જેમાં પ્રતિ હેક્ટર માત્ર 8 રૂપિયાનો જ ખર્ચ આવે છે. તમે તમારા બાઇકમાંથી જ આ બુલેટ સાંટી બનાવી શકો છો. આ કામમાં લાગે છે માત્ર 30-35 મિનિટ જ. તેના પાછળ ખર્ચ લાગે છે 30-40 હજાર રૂપિયા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : કૃષિ જાગરણ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
28
7
અન્ય લેખો