રમૂજીZee News
ગુજરાતીઓનું દેશી બર્ગર એટલે દાબેલી!
🍔 ગુજરાતના વ્યંજનની વાત કરીએ તો દેશવાસીઓના મગજમાં ઢોકળા અને થેપલા આવી જાય, પરંતુ ગુજરાતીઓ એક કે બે નહીં પરંતુ જાત-જાતની ચટાકેદા વાનગીઓ ખાવાના શોખીન છે..આવી જ એક ગુજરાતની વર્ષોથી લોકપ્રિય વાનગી છે અને તે છે દાબેલી. દાબેલી નામ સાંભળીને તમારા મોંમા પાણી આવી જાય. આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે. દિલ્લીમાં કદાચ નહીં મળે પરંતુ ગુજરાતથી નીકળેલી દાબેલી મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે.
🍔 ગુજરાતીઓના 'દેશી બર્ગર' એટલે દાબેલીમાં જુદી જુદી વસ્તુઓનું મિશ્રણ હોય છે. જોઈને તમને બર્ગર લાગશે તો કોઈને વડાપાઉ લાગશે પરંતુ દાબેલીનો સ્વાદ અલગ જ છે અને સાથે ચટાકેદાર છે. આમ તો ગુજરાતનું મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે પરંતુ મુંબઈમાં પણ દાબેલી ખૂબ ચાઉથી ખવાય છે.
🍔ગુજરાતની દાબેલીનો ઈતિહાસ બહુ જૂનો નથી. ગુજરાતના કચ્છના કેશવજી ગાભા ચુડાસમા નામની વ્યક્તિએ સૌથી પહેલા આ પ્રકારની વાનગી બનાવી. વર્ષ 1960માં બનેલી આ વાનગી ગામમાંથી બહાર નીકળી અને ધીમે ધીમે પ્રચલિત થતી ગઈ. ધીમે ધીમે દાબેલી ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચી ગઈ. આજથી બે દસકા પહેલાના સમયમાં દાબેલી ત્રણ રૂપિયામાં મળતી હતી. આજે આ દાબેલી 20 રૂપિયામાં મળી રહે છે. દાબેલી વડાપાઉની જેમ સસ્તુ અને ચટાકેદાર ફૂડ છે. 'દબાવવામાં આવેલી વાનગી' એટલે તેને દાબેલી કહેવામાં આવે છે.
🍔ગુજરાત સહિત આ રાજ્યોમાં લોકપ્રિય:
ગુજરાતના દરેક શહેરમાં દાબેલી મળી જાય છે, રેલવે સ્ટેશનની બહાર કે બસ સ્ટોપની પાસે તમને દાબેલીના બોર્ડ સાથેની લારીઓ જોવા મળશે જ. આ દાબેલી ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર,તેલંગણા, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ લોકપ્રિય થઈ છે. દિલ્લીમાં પણ કેટલાક સ્થળોએ દાબેલી મળી રહે છે. આ સાથે તમે જો ઈન્દોર અને ભોપાલમાં હોવ તો ત્યા પણ દાબેલીનો સ્વાદ માણી શકો છો. જો કે, સ્થળ બદલાવવાથી થોડી ઘણી બનાવવાની રીત અને તેના સ્વાદમાં બદલાવ જોવા મળી શકે છે. દાબેલીનો જો અસલ સ્વાદ લેવો હોય તો કચ્છમાં જવું પડે.
🍔દાબેલી પર તો ગર્વ લેવાય:
જ્યારે દેશી વ્યંજનની વાત આવે ત્યારે દાબેલીનું નામ અચૂકથી લેવાય. ન માત્ર ગુજરાતીઓ પરંતુ દેશવાસીઓ ગર્વથી કહી શકે છે કે દાબેલી એક દેશી ક્લાસિક બર્ગર છે જેનો સ્વાદ આજે દેશની બહારના લોકોને પણ પસંદ આવ્યો છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : ઝી ન્યુઝ .
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.