હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતમાં વધી રહ્યો છે ગરમીનો પારો
🌱ગુજરાતમાં હાલમાં ઠંડી ઓછી થયા બાદ તરત જ ૧૯ થી ૨૨ તારીખ દરમ્યાન અમદાવાદ,કચ્છ,રાજકોટ, અમરેલી અને બનાસકાંઠાના જીલ્લામાં વધુ ગરમી પડવાની સંભાવના છે. અચાનક વધુ પડતી ગરમી અને ઋતુમાં થતા ફેરફારના કારણે શાકભાજી પાકો, વેલાવાળા શાકભાજી પાકો અને કઠોળ પાકમાં નુકશાન થવાની શક્યતા વધારે રહે છે. જેથી પાકના વિકાસ પર માંથી અસર થાય અને તંદુરસ્તી જાણવી રહે તે માટે નીચે મુજબ કાળજી રાખવી.
🌱વધુ પડતી ગરમીના કારણે દુધી,કારેલા, તરબૂચ, ટેટી, ગલકા, તુરીયા, મરચી, ભીંડા જેવા પાકોમાં થ્રીપ્સ અને કથીરી નો ઉપદ્રવ વધવાની શક્યતા છે. જેમાં થ્રીપ્સના નિયંત્રણ માટે કોન્સ્ટા (ફીપ્રોનીલ ૪૦% + ઇમિડાકલોપ્રિડ ૪૦ % WG) ૭ ગ્રામ, મેન્ટો (ઇમિડાક્લોપ્રીડ70 % WG) ૭ ગ્રામ, કિલ એક્સ (થાયોમેથોક્સામ 12.6% + લેમ્બડા સાયહાલોથ્રિન 9.5% ZC) ૧૦ મિલી, ઝેનીથ (ટોલ્ફેનપાયરાડ 15% EC) ૪૦ મિલી, તથા કથીરીના નિયંત્રણ માટે ઓબેરોન (સ્પિરઓમેસિફેન 22.9% W/W) ૧૨ મિલી, ઓમાઈટ ( પ્રોપરગાઇટ 57% ઇસી) ૨૫ મિલી ઉપયોગ કરવાથી જીવાત પર નિયત્રણ મેળવી શકાઈ છે.
🌱તરબૂચ, ટેટી, ટામેટા, મરચા અને રીંગણના પાકમાં સમયસર પાણી આપવું જોઈએ અને પાક ના તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ માટે પાવર જેલ @ ૨૫ ગ્રામ, પ્યોર કેલ્પ @ ૫૦ મિલી, સીલીકોન @ ૧૫ મિલી, ભૂમિકા @ ૪ કિલો અને સંચાર @ ૧૦ કિલો/એકર મુજબ ઉપયોગ કરવાથી વધુ ફાયદો થશે.
🌱ઘાસચારાની બાજરી, જુવાર તથા ચારા માટે વાવેલ પાકમાં સમયસર પાણી આપવું અને વિપરીત વાતાવરણ સામે છોડના વૃદ્ધિ વિકાસ માટે પ્યોર કેલ્પ, ફાસ્ટર, ભૂમિકા અને સંચારનો ઉપયોગ કરવાથી વધુ ફાયદો થશે.
🌱જે ખેડૂતમિત્રો એ તલ અને બાજરાનું વાવેતર કરી દીધેલ હોય તેમને પિયત આપવા માટે ભલામણ કરવી. મગ, અડદ, ચોળી, ગુવારના પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે એગ્રોનિલ એક્સ (ફીપ્રોનીલ ૫% sc) ૨૫ મિલી, મેડ્રિડ (એસિટામીપ્રીડ ૨૦ % SP) ૧૨ ગ્રામ તથા થ્રીપ્સના નિયંત્રણ માટે કોન્સ્ટા (ફીપ્રોનીલ ૪૦% + ઇમિડાકલોપ્રિડ ૪૦ % WG) ૭ ગ્રામ, મેન્ટો @ ૭ ગ્રામ, ઝેનિથ ૪૦ મિલી ઉપયોગ કરવાથી વધુ ફાયદો થશે.
🌱શાકભાજી પાકો અને કઠોળ પાકમાં ફૂલ અને ફળ ખરણ અટકાવવા માટે નેનોવીટા કેલ્સિયમ 11 @ ૩૦ મિલી, ન્યુટ્રી પ્રો બોરોન ૧૫ ગ્રામ ઉપયોગ કરવાથી વધુ ફાયદો થશે.
🌱તલ, બાજરા, મગ, અડદ, તરબૂચ,ટેટી જેવા નવા વાવેતર થતા પાકોમાં વધુ ગરમીના કારણે ઉગાવાનાની સમસ્યા ઓછી આવે તે માટે પાયાના ખાતર સાથે ભૂમિકા અને સંચાર અવશ્ય આપવુ તથા વાવેતર બાદ પ્રથમ પિયત સાથે સ્ટેલર ૧ લીટર/એકર પ્રમાણે આપવું.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.