હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતમાં ફરી વરસાદ ની સંભાવના
👉ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે, અંબાલાલે આગાહી કરતાં જણાવ્યુ છે કે, ડિેસેમ્બર મહિનામાં 22 થી 24ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પુરેપુરી શક્યતા છે, અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની વાત કરી છે.
👉આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં ફરી એકવાર ડિસેમ્બર મહિનામાં માવઠુ થશે. તેમને જણાવ્યુ કે, ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે, અને આની અસર ગુજરાત પર પડશે. આ હલચલ લૉ પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની પુરેપુરી સંભાવના છે, આ તમામ પ્રક્રિયાના કારણે આગામી 22 થી 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. આની સાથે સાથે 27 થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે.
👉આ તમામ ઘટના પાછળ ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થવાને લઇને ઘટશે. આ ઉપરાંત આ હલચલ લૉ પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની સંભાવના છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. સાથે સાથે જાન્યુઆરી 8 થી 10ની વચ્ચે દક્ષિણ ભારતથી લઈ મહારાષ્ટ્ર સુધી વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં આગામી જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની શક્યતા છે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!