AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ, રાજ્યના આ વિસ્તારમાં વરસાદની આગાહી !
મોન્સૂન સમાચારએબીપી અસ્મિતા
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ, રાજ્યના આ વિસ્તારમાં વરસાદની આગાહી !
રાજ્યમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વલસાડ, ડાંગ, .વડોદરા, દાહોદ, મહીસાગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમદાવાદમાં ૭ જૂન બાદ વાતાવારણમાં પલટો આવતા હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે તે પહેલા અમદાવાદમાં આગામી સપ્તાહે તાપમાન 42 ડિગ્રી થઈ શકે છે. કારણ કે અમદાવાદમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થતાં ગઈકાલે સરેરાશ મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી નોંધાયું. સૌરાષ્ટ્રમાં 1લી જૂનથી પ્રિ-મોનસુન એક્ટિવિટી વાવાઝોડા બાદ સતત વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે, તાપમાન આગામી દિવસોમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને રાજ્યમાં 1લી જૂનથી પ્રિ-મોનસુન એક્ટિવિટી પણ જોવા મળશે અને બપોરના સમયે દક્ષિણ-પશ્ચિમી પવન વહેતા અસહ્ય બફારો પણ થશે. રાજ્યમાં 15 થી 20 જૂન વચ્ચે વરસાદ દસ્તક આપશે. જેથી આગામી 15 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ પડશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એબીપી અસ્મિતા. . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
8
અન્ય લેખો