મોનસુન સમાચારabpasmita.in
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ? જાણો વિગત
સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 26 તારીખે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને કચ્છમાં સારો વરસાદ થવાની આગાહી કરાઈ છે.સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ સારો વરસાદ થશે તેવી આગાહી કરાઈ છે.આગામી બે દિવસ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સંદર્ભ : abpasmita.in
આ ઉપયોગી માહિતી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂતો સાથે શેર કરો