AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતમાં આગામી 48 કલાક ભારે ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જાણો કયા જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ !
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
ગુજરાતમાં આગામી 48 કલાક ભારે ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જાણો કયા જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ !
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી 12થી 13મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમિયાન સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે (12મી ડિસેમ્બર 2020) દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 48 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન ઘટશે. બીજી બાજુ અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ અને આવતી કાલે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર ડૉક્ટર જયંત સરકાર જણાવ્યું હતું કે, 11મી તારીખે એટકે કે પ્રથમ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. બીજા દિવસે એટલે કે 12 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં થોડો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 13મી તારીખના રોજ ભાવનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : સંદેશ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
86
5
અન્ય લેખો