હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતનું સાપ્તાહિક મોસમ
⛅પરેશ ગોસ્વામી જણાવે છે કે, હવે ધીમે-ધીમે ઉનાળાની શરુઆત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તાપમાન 30 ડિગ્રીને પાર થઈ ગયું છે અને હવે તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ નહિવત છે. હવે દિવસેને દિવસે તાપમાનમાં વધારો થતો રહેશે. આગામી દિવસોમાં એટલે કે 18 માર્ચ સુધી આ પ્રમાણેનું તાપમાન રહેશે અને તે પછી 19થી 21 તારીખ દરમિયાન તાપમાનમાં થોડો વધારો નોંધાશે.
⛅હવામાન નિષ્ણાત જણાવે છે કે, 18 માર્ચ પછી તાપમાનનો પારો કેટલાક વિસ્તારમાં 40ની આસપાસ પહોંચી જશે, 19થી 25 તારીખ દરમિયાન કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર જઈ શકે છે. આમ તેમણે 2024નો હીટવેવનો પહેલો રાઉન્ડ 18થી 25 માર્ચ વચ્ચે આવી શકે છે.
⛅જોકે, આ દરમિયાન લૂનો પ્રકોપ સામાન્ય રહેશે તેવી શક્યતાઓ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. હજુ પણ ઉત્તર ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેના કારણે રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય નીચું છે, હજુ પણ આગામી 4-5 દિવસ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહે તેવી શક્યતાઓ છે.
⛅પરેશ ગોસ્વામી જણાવે છે કે, માર્ચના બીજા પખવાડિયામાં ગરમીનું પ્રમાણ વધે તેમ છતાં ગરમીની દ્રષ્ટીએ માર્ચ મહિનો પ્રમાણમાં ઠંડો રહી શકે છે.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!