AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતની કંપનીએ એવી દવા શોધી, જે 7 દિવસમાં કોરોનાના દર્દીને સાજો કરશે !
સમાચારઝી ન્યુઝ
ગુજરાતની કંપનીએ એવી દવા શોધી, જે 7 દિવસમાં કોરોનાના દર્દીને સાજો કરશે !
👉 ભારતમાં કોરોના વેક્સીનેશનનું કામ ઝડપથી થઈ રહ્યું છે. આ વચ્ચે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતી દવા કંપની ઝાયડસ કેડિલા એ કોરોનાની સારવાર માટેની દવા PegIFN માટે મંજુરી માગી છે. ફેઝ-3ના ઇન્ટરીમ રિઝલ્ટમા સારા પરિણામ ઝાયડસ કેડિલા કંપનીએ DCGI પાસેથી મંજૂરી માંગી છે. કંપનીના રિસર્ચમાં 91 ટકા જેટલા દર્દીઓને 7 દિવસમાં દવા લીધા બાદ કોરોના નેગેટિવ આવ્યો છે. 👉 ઝાયડસ કેડિલા કંપનીએ કરી જાહેરાત Zydus Cadila એ સોમવારે જાહેરાત કરી કે, તેણે COVID-19 ની સારવાર માટે Pegylated Interferon Alpha 2b ના ઉપયોગ માટે DCGI પાસેથી મંજૂરી માંગતી અરજી કરી છે. સાથે જ Zydus Cadila એ પણ જાહેરાત કરી કે, Pegylated Interferon Alpha 2b ની સાથે ત્રીજા ફેઝમાં પરીક્ષણમાં COVID -19 ની સારવારમાં અમને આશાજનક પરિણામો મળ્યા છે. સાથે જ કંપનીએ જણાવ્યું કે, આ દવાથી અમે દર્દીને વહેલી તકે સારવાર કરી શકાય તેવા પરિણામો મળ્યા છે. સાથે જ તેની ગંભીર આડઅસરથી પણ બચવામાં સફળતા મળી છે. 👉 કંપનીએ રેમડેસિવીર ઈન્જેક્શનના ભાવ ઘટાડ્યા ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઝાયડસ કેડિકલા કંપનીએ રેમડિસિવીર દવાના પોતાના જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કંપની રેમડેસિવિરના જેનરિક વર્ઝનને રેમડેક બ્રાન્ડથી વેચે છે. હવે તેની નવી કિંમત 2800 રૂપિયાથી ઘટીને 899 રૂપિયા પ્રતિ બોટલ (100 એમજી) છે. કંપનીએ ઓગસ્ટ 2019 માં રેમડેકને દેશમાં લોન્ચ કરી હતી. તે સમયે ઈન્જેક્શનના રૂપમાં આપવામાં આવતી આ દવાની 100 એમજીના બોટલની કિંમત 2800 રૂપિયા હતી. ઝાયડસ કેડિલાએ ગત શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, રેમડેસિવીર કોવિડ 19 ની સારવારમાં એક મહત્વની દવા છે. કંપનીના આ નિર્ણયથી અસંખ્ય દર્દીઓને રાહત મળશે. 👉 આ વિડીયો પણ જુઓ https://youtu.be/fptB1n8MhEQ સંદર્ભ : ઝી ન્યુઝ. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
72
19