કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ગુજરાતની આ ગાય આપે છે 800 લીટર દૂધ
🐄ભારતમાં મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે. પશુપાલનના વ્યવસાયમાં દુધાળા પશુઓ દ્વારા પશુપાલકો મોટી કમાણી કરે છે. પશુપાલકો પાસે વિવિધ જાતોની ગાય-ભેંસ હોય છે. પરંતુ અમુક જાતની ગાયો પશુપાલનના વ્યવસાયમાં ખાસ ફાયદો નથી કરવી શકતો. ત્યારે અહીં અમે તમને એવી ગાયની પ્રજાતીની જાણકારી આપીશું, જે તમને થોડા જ સમયમાં માલામાલ બનાવી શકે છે. આ ગાય છે ડાંગી ગાય, જે આજના સમયમાં અન્ય ગાયની તુલનાએ વધુ નફો રળી આપે છે. ભારતીય બજારમાં ડાંગી ગાયની ખૂબ જ માંગ છે.
🐄આ ગાય દેશી જાતની ડાંગી ગાય છે. આ ગાય ગુજરાતના ડાંગ, મહારાષ્ટ્રના નાસિક, ઠાણે, અહમદનગર અને હરિયાણાના કરનાલ અને રોહતકના જોવા મળે છે. આ ગાય અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે. આ ગાયને ગુજરાતમાં ડાંગી ગાય તરીકે ઓળખવામાં આવે છે. આ ગાય ખૂબ જ શાંત અને તાકાત ધરાવતી ગાય છે.
🐄કેટલું આપે છે દૂધ?
દેશી જાતની આ ગાય એક વખત બચ્ચાને જન્મ આપ્યા બાદ સરેરાશ 430 લીટર દૂધ આપે છે. પરંતુ જો તમે આ ડાંગી ગાયની સારી રીતે માવજત કરો તો તે 800 લીટર સુધી દૂધ આપી શકે છે.
🐄આ રીતે કરો ડાંગી ગાયની ઓળખ
સામાન્ય રીતે લોકો અલગ-અલગ જાતની ગાયની ઓળખ કરવામાં થાપ ખાઈ જતા હોય છે. આ ગાયની ઓળખ કરવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ડાંગી ગાયની સરેરાશ ઊંચાઈ 113 સેમી જેટલી અને ડાંગી બળદની ઊંચાઈ સરેરાશ 117 સેમી જેટલી હોય છે.ડાંગી ગાયનો રંગ સફેદ હોય છે અને તેમાં કાળા અથવા લાલ રંગના ધબ્બા જોવા મળે છે. ડાંગી ગાયના શીંગળા 12થી 15 સેમી લંબાઈના અને તેની ટોચ અણી જેવા આકારની હોય છે.આ ઉપરાંત ડાંગી ગાયોનું માથું થોડું બહારની તરફ નીકળેલું જોવા મળે છે. તેમજ ડાંગી ગાયની ખૂંધ બહારની તરફ વધારે ઉપસેલી જોવા મળે છે. તેની ગરદન નાની અને પ્રમાણમાં જાડી હોય છે.
🐄ડાંગી ગાયને તેની ત્વચા પરથી પણ ઓળખી શકાય છે. ડાંગી ગાયની ત્વચા ખૂબ જ ચમકદાર અને મુલાયમ હોય છે. તેની ત્વચા પર વધુ વાળ જોવા મળે છે. તેના કાન આકારમાં નાના હોય છે અને અંદરથી કાળા હોય છે.ડાંગી એ ભારતની સ્વદેશી પ્રજાતિ છે. તે ગુજરાતના ડાંગ જિલ્લાના ડુંગરાળ પ્રદેશો જોવા મળે છે. આ જાતિ શરીરના કદમાં મધ્યમથી મોટા હોય છે. તેઓ ખૂબ જ સારી પ્રજાતિ છે અને ભારે વરસાદવાળા વિસ્તારોમાં પોતાની અનુકૂલન ક્ષમતા માટે જાણીતી છે. આ જાતિની ગાયની ચામડી એક તેલ તત્વ સ્ત્રાવ કરે છે જે તેમને ભારે વરસાદને સહન કરવા સક્ષમ બનાવે છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!