AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતના હવામાન અંગેની આગાહી
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતના હવામાન અંગેની આગાહી
🌨️રાજ્યમાં હાલ ઠંડી સાથે ગરમીનો અનુભવ પણ થઇ રહી છે. તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઇ શક્યતા નથી. રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. આગામી પાંચથી છ દિવસ લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહિ થાય. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. 🌨️હવામાન નિષ્ણાત પરેશે ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે, હાલ પવનની ગતિ સામાન્ય છે. પવનની ગતિમાં હાલ કોઇ વધારો થવાનો નથી. હાલ પવન અંગેની કોઇ ચેતવણી આપવામાં નથી. મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, 29 જાન્યુઆરીથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. 29થી 7 ફેબ્રુઆરી સુધીમાં મિડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. આ ગાત્રો થીજવતી ઠંડી નહીં હોય પરંતુ અત્યારે જે ઠંડી છે તેનાથી બેથી ત્રણ ડિગ્રી વધારે ઠંડી હોય શકે છે 🌨️પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યુ હતુ કે, ધીમે ધીમે ઝાકળ વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. 30મી તારીખથી ઝાકળ વર્ષામાં વધારો થશે. દક્ષિણ ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના ભાગો અને નદી કાંઠાના વિસ્તારોમાં પહેલી ફેબ્રુઆરી સુધીમાં ઝાકળ જોવા મળશે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત અને તેમા પણ ખાસ કરીને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાકળ વર્ષા થઇ શકે છે. 🌨️આ ઉપરાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે, 30 તારીખથી લઇને 1 ફેબ્રુઆરી સુધી ભારે ઝાકળ વર્ષા થાય તેવી આગાહી કરી છે. વહેલી સવારે વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના વિસ્તારોમાં પણ વધારે પ્રમાણમાં ઝાકળ વર્ષા જોવા મળશે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
44
0
અન્ય લેખો