AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતના હવામાનમાં શું શું આવી શકે છે ફેરફાર
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતના હવામાનમાં શું શું આવી શકે છે ફેરફાર
🌥️ગુજરાતના હવામાનનો મિજાજ હાલ બદલાયેલો લાગે છે. છેલ્લા થોડા દિવસથી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાતે માવઠાનું પણ અનુમાન કર્યુ છે. તો આજે આપણે જોઇએ કે આ સપ્તાહમાં ગુજરાતના હવામાનમાં શું શું ફેરફાર આવશે. 🌥️હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેવામાં પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જીલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. મોટા માવઠા થવાની સંભાવનાઓ નથી. 🌥️આ સાથે તેમણે જણાવ્યુ કે, માવઠું સાર્વત્રિક નહીં હોય. જે રીતે મહત્તમ તાપમાન ઊંચું આવ્યું છે તે જોતા લોકોને લાગતું હશે કે હવે શિયાળો પૂર્ણ થઈ ગયો અને ઉનાળાની શરુઆત થશે પરંતુ હવે ફરી પવનની દિશા બદલાતા 6 ફેબ્રુઆરી દરમિયાન તાપમાન નીચું આવવાની સંભાવનાઓ છે. કેટલાક સેન્ટરો પર લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતા પણ નીચું જવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. 6 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. 🌥️તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, 7 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે. રાતે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. કોઈ વિસ્તારમાં હિમ પણ પડી શકે. જોકે, હાલ તો વાદળો છે. જેના કારણે ઠંડી પડતી નથી. ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધશે ત્યાર બાદ ફરી 19થી 22 ફેબ્રુઆરીએ મજબુત સિસ્ટમ આવશે. આ વખતે ગરમી સાથે ઠંડી સાથે બેવડી ઋતુનો અહેસાસ થશે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
17
0
અન્ય લેખો