AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતના હવામાનમાં થશે મોટો ફેરફાર
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતના હવામાનમાં થશે મોટો ફેરફાર
🌥️ગુજરાતમાં જે રીતે ગરમી પડી રહી છે તે રીતે સામાન્ય જનતાને લાગી રહ્યુ છે કે, હવે ઠંડી નહીં પડે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે કે નહીં તે અંગે પોતાનું અનુમાન જણાવ્યુ છે. જેમા તેમણે ગુજરાતમાં ઠંડી અને વરસાદ અંગેની આગાહી કરી છે. 🌥️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, 19 ફેબુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે. જેની અસર 19થી 22માં દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં થશે. આ અસરને કારણે ભારે બરફ વર્ષા, પવનના તોફાનો અને હિમ ચાદર બનવાની શક્યતા રહેશે. જેના કારણે 25થી 26 ફેબ્રુઆરીના રોજ સવાર અને સાંજને ઠંડી આવવાની શક્યતા રહેશે. 🌥️આ સાથે તેમણે માવઠાની આગાહી કરતા જણાવ્યુ હતુ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. 22થી 24 ફેબ્રુઆરીમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં ન્યૂન્તમ તાપમાન 8 ડિગ્રી અને મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. વહેલી સવારે 11થી 15 ડિગ્રી થવાની શક્યતા રહેશે. પવનની ગતિ પણ વધારે રહેશે. 🌥️અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ કે, 17થી 29 ફેબ્રુઆરીમાં વાતાવણ પલટો થશે.3થી 5 માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે. 🌥️હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, 7 અને 8 માર્ચમાં વાતાવણમાં પલટો આવશે. દિવસે ગરમી અને રાતે ઠંડા પવનો લાંબા સમય સુધી રહેશે. 11થી 12 માર્ચમાં ભારે પવન ફુકાશે અને હવામાનમાં મોટો પલટો આવશે. 17થી 19 માર્ચમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!
22
0
અન્ય લેખો