AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીગુરુ માસ્ટરજી
ગુજરાતના હજારો ખેડૂતોને મળશે 6000 !
📱 રાજ્ય સરકારના કૃષિ વિભાગે ખેડૂતોનો મોબાઈલની સહાય આપવા માટે આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના બહાર પાડી હતી. કૃષિ વિભાગે 32 હજાર 775 અરજી મંજૂર કરી છે. આ સહાય અંતર્ગત કૃષિ વિભાગ આ ખેડૂતોને મોબાઈલની ખરીદી કરવા પર 6 હજાર રૂપિયાની ચૂકવણી કરશે. જાણો શું છે આ યોજના? 📱 ગુજરાતના ખેડૂતોને લઈ સીએમ ભૂપેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો. જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવાં પરિવારમાંથી એક ખેડૂતને મોબાઇલની ખરીદી પર રૂપિયા 6000 સુધીની સહાય અપાશે. સરકારે તૈયાર કરેલી 'નો યોર ફાર્મર' યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે. જેનું વ્યાજ સરકાર ભોગવશે. એ માટે કો-ઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે અને આથી સહાયની આ જાહેરાતથી દરેક ખેડૂત માટે સ્માર્ટ ફોન ખરીદવો સહેલો બનશે. સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
4
અન્ય લેખો