AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતના ખેડૂતો માટે છે મોટું વરદાન!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ગુજરાતના ખેડૂતો માટે છે મોટું વરદાન!
⭐મોદી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. પરંતુ કમનસીબી એ છેકે, મોટાભાગના ખેડૂતોને આ યોજનાઓ વિશેની જાણકારી જ નથી હોતી. ખાસ કરીને ઘણાં ખેડૂતો જાણકારીના અભાવને કારણે તેના લાભથી વંચિત રહી જાય છે. ત્યારે જાણો સરકારની એક એવી યોજના વિશે, જેનાથી ગુજરાતના ખેડૂતોને થઈ શકે છે મોટો લાભ... શું છે ખેડૂતો માટેની સોલાર યોજના? ⭐આ યોજનાનું નામ છે કિસાન સોલાર યોજના. ખેડૂતો સોલાર પેનલનો ઉપયોગ ખેતરોમાં કરી શકશે અને આમ તેઓ અન્નદાતા હવે ઊર્જા દાતા પણ બનશે. કઈ રીતે ખેડૂતો માટે કમાણીનું સાધન બનશે આ યોજનાઃ ⭐આ યોજના હેઠળ વીજળી અને ડીઝલ પર ચાલતા પંપને સૌર ઉર્જા પર ચાલતા પંપમાં પરિવર્તિત કરવામાં આવશે. સૌપ્રથમ સોલાર પેનલથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ સિંચાઈ ક્ષેત્રે કરવામાં આવશે. આ પછી તેને સરપ્લસ ડિસ્ટ્રિબ્યુશન કંપની ને વેચી શકાય છે અને તે 25 વર્ષ સુધી આવક પ્રદાન કરશે. યોજનામાં મળે છે કેટલી સબસિડી? ⭐કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ કુસુમ યોજના હેઠળ, ખેડૂતોને સોલર પંપ લગાવવા પર 90% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. તમે કૃષક પ્રધાન મંત્રી કુસુમ યોજના માટે અરજી કરીને સબસિડીનો લાભ મેળવી શકો છો. સાથે જ તમને જણાવી દઈએ કે આ યોજના બંજર જમીન માટે પણ ઉપયોગી છે. દેશના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે અને સોલાર પંપ લગાવીને તેમની જમીનને સરળતાથી સિંચાઈ કરી શકશે. ખેડૂતો માટે કેમ ખાસ છે આ યોજના? ⭐સોલાર પેનલ 25 વર્ષ સુધી ચાલશે અને તેની જાળવણી પણ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. દેશના ખેડૂતોના કલ્યાણ માટે ફ્રી સોલાર પેનલ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ખેતરોમાં 3, 4, 5 KWના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે. આ યોજના માટે કોણ કરી શકે કરજી? ⭐દેશના કોઈપણ ખેડૂત જે કુસુમ યોજનાનો લાભ લેવા માગે છે તે ઓનલાઈન ફોર્મ ભરીને આ યોજના માટે ઓનલાઇન અરજી કરી શકે છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..
31
2
અન્ય લેખો