કૃષિ વાર્તાVTV ગુજરાતી
ગુજરાતના ખેડૂતોની 'બલ્લે બલ્લે' બજેટમાં અનેક જાહેરાત !
📢 નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજયના વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રની ગૃહમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં રાજ્યના ખેડૂતોને લઈને મહત્વના એલાન કર્યા હતા. 📢 ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓની જોગવાઈ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.. 🚜 કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા જોગવાઇ ₹260 કરોડ. 🚜 રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે જોગવાઇ ₹231 કરોડ. 🐮 સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે જોગવાઇ ₹213 કરોડ. 🏠 મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે જોગવાઇ ₹142 કરોડ. 🏠 પ્રાકૃતિક ખેતીને વેગ આપવા કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે જોગવાઇ ₹100 કરોડ, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા જોગવાઇ ₹100 કરોડ. ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ ₹81 કરોડ. 🥁 એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા માટે જોગવાઇ ₹54 કરોડ 🚁 ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઇ ₹35 કરોડ. 🐄 ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોગવાઈ ₹32 કરોડ. 🤺 ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે જોગવાઇ ₹20 કરોડ. 🌾 રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર સંગ્રહ માટે જોગવાઇ ₹17 કરોડ. 🚒 માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા જોગવાઇ ₹15 કરોડ. 🚜 કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા જોગવાઈ ₹10 કરોડ. વિવિધ યોજના : 🌊 નર્મદા યોજના માટે 26090 કરોડની જોગવાઈ 🏡 કૃષિ યુનિવર્સિટી માટે 700 કરોડ 🐮 ગૌમાતા યોજના માટે 500 કરોડ 🍅 બાગાયત માટે 360 કરોડ 👨‍🌾 સાગર ખેડૂત 230 કરોડ 🌊 બંદોરના વિકાસ માટે 201 કરોડ 👨‍🌾 બાગાયત ખાતાની યોજના માટે 369 કરોડ 🐄 પશુપાલન અને સારસંભાળ માટે 300 કરોડ 🐟 મધક્રાંતિને વેગ આપવા 10 કરોડ 🍒 કમલમ ડ્રેગન ફૂડ માટે 10 કરોડ સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
24
2
અન્ય લેખો