હવામાન ની જાણકારીVTV ગુજરાતી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ !
☁️ ગુજરાતનાં મોસમનો મિજાજ બદલાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી ત્રણ ચાર દિવસમાં વાતાવરણમાં પલટો આવી શકે તેવી શક્યતા છે. લક્ષદીપ પાસે લો પ્રેશન વહેલી તકે વેલ માર્ક બનશે, વેલમાર્કના કારણે લક્ષદીપમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.
☁️ આગાહી પ્રમાણે ગુજરાતના સમુદ્રી તટીય વિસ્તોરમાં વરસાદ પડી શકે છે, તેમજ આગામી 3થી 4 દિવસ વાતાવરણમાં પલટો આવી શકે છે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં કમોસમી માવઠાની શક્યતાઓ પણ સેવી છે. જેને લઈને ખેડૂતોમાં શિયાળું પાકને લઈને ચિંતા જોવા મળી રહી છે. સુરત, વલસાડ, ડાંગ, તાપી, દાદરાનગર, હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે. અમરેલી, રાજકોટ, ભાવનગર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવું જણાઈ રહ્યું છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : VTV ગુજરાતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.