હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
🌥️રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવેમ્બરના મધ્યમાં ઠંડી નહીં પરંતુ કમોસમી વરસાદની આગાહી કરી છે. તો બીજી બાજુ અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વરસાદની કોઇ શક્યતા દર્શાવવામાં નથી આવી. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરી છે. તો આપણે જાણીએ કે, હવામાન નિષ્ણાતે ગુજરાતમાં કઇ કઇ જગ્યાએ અને કઇ તારીખે માવઠાની આગાહી કરી છે.
🌥️હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં આજથી એટલે 21 તારીખથી 26મી તારીખ સુધી વાતાવરણમાં પલટા સાથે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.
🌥️આ સાથે પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમા પણ મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોમાં જેમકે વલસાડ જિલ્લો, વાપીના આસપાસના વિસ્તારો અથવા તો ઉદવાણા, ધરમપુર, સેલવાસામાં હવામાનમાં પલટો આવશે અને એકલ દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા માવઠા થઇ શકે છે.
🌥️પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યુ છે કે, 20 અને 21મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવીને એકાદ બે જગ્યા પર સામાન્ય વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 21થી 26 તારીખ અને તેમા પણ 24 અને 25 તારીખના રોજ સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા વરસાદના ઝાપટાં થશે.
🌥️પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, 21થી 26 નવેમ્બર વચ્ચે માવઠાની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 24થી 26 તારીખમાં માવઠું થઇ શકે છે. જોકે, તે પણ એકદમ સામાન્ય માવઠું હશે અને સામાન્ય અને સાર્વત્રિક વરસાદ નહીં પડે પરંતુ છૂટાછવાયો વરસાદ હશે.
🌥️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનુ જોર વધવા લાગશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 22 નવેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ઉત્તરિય પર્વતિય વિસ્તારમાં હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થશે. ધીમે ધીમે મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન ઘટવા લાગશે. અલનીનોની અસર પણ રહેશે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!