AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાનો ખતરો
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાનો ખતરો
❄️વર્ષના પ્રથમ અઠવાડિયામાં જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, અત્યારે એક લો પ્રેસર અરબી સમુદ્રમાં તૈયાર થઇ રહ્યુ છે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે તેની સાથે 6 કે 7 જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે. દક્ષિણ ભારત તરફથી વરસાદની સિસ્ટમ છે જે અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વના માર્ગે આગળ વધવાની છે. આ બંનેના સંયોગને કારણે 8થી 11 જાન્યુઆરીની વચ્ચે ગુજરાત પર એક સિયર ઝોન સર્જાશે. ❄️આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, હાલના અનુમાન પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને આ સિસ્ટમની બહું અસર નહીં થાય. આ સાથે તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે જેમકે સુરત, વલસાડ, તાપી, વાપી, બારડોલી, બિલીમોરા, નવસારી, ડાંગ, આહવા જેવા વિસ્તારો અને દાદારા નગર, દમણમાં 8થી 11 જાન્યુઆરી સુધીમાં માવઠાના ઝાપટાં પડી શકે છે. આ સાથે ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળા જેવા વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. ❄️પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે, મધ્યપ્રદેશને જોડતા ભાગો હોય જેમાં છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, લુણાવાડા આસપાસના વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં હળવાથી સામાન્ય માવઠાના ઝાપટાં પડી શકે તેવી શક્યતા છે. ઓલઓવર જોવા જઇએ તે પ્રમાણે, અત્યારે સિસ્ટમ જે રીતે આગળ વધી રહી છે અને આમાં કોઇ દિશા પરિવર્તન ન થાય તો 8થી 11 જાન્યુઆરી વચ્ચે ઉપરોક્ત વિસ્તારોમાં હળવું માવઠું અને કેટલીક જગ્યાએ સામાન્યથી મધ્યમ માવઠું થવાની શક્યતાઓ હાલ દેખાઇ રહી છે. ❄️હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ કે, હાલ સિસ્ટમ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કોઇ ખતરો નથી પરંતુ આ સિસ્ટમની દિશામાં ફેરફાર થાય તો અહીં પણ ખતરો આવી શકે છે. જોકે, અત્યારથી આપણે ચિંતાની જરૂર નથી.આ સાથે તેમણે ખેડૂતો માટે જણાવ્યુ કે, પવનની ગતિ સામાન્ય જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, શિયાળું પાકમાં ખેડૂતોને માવઠાને કારણે નુકસાન થઇ શકે તેવી ભીતિ સેવાઇ રહી છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
29
1