AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુચ્છી મશરૂમ વિદેશમાં છે ભારે માંગ
નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગુચ્છી મશરૂમ વિદેશમાં છે ભારે માંગ
🍄ઓછી કિંમત અને વધુ નફાને કારણે ભારતમાં મશરૂમની ખેતી લોકપ્રિય થઈ ગઈ છે. ખેડૂતો અલગ અલગ પ્રકારના મશરૂમની ખેતી કરી લાખો રૂપિયા કમાણી કરી રહ્યાં છે. ગુચ્છી મશરૂમનું નામ ભારતની સૌથી મોંઘી શાકભાજીમાં સામેલ છે. ગુચ્છી મશરૂમ કુલ્લુ, શિમલા, મનાલી સહિત હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કુદરતી રીતે જંગલમાં ઉગે છે. 🍄કિંમત જાણીને રહી જશો દંગ :- ગુચ્છી મશરૂમ બજારમાં એક કે બે હજાર રૂપિયા નહિ પરતું 30 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આવેલા જંગલમાં આ મશરૂમ કુદરતી રીતે ઉગે છે, જોકે તેને શોધવા માટે ઘણી મહેનત કરવી પડે છે. 🍄વિદેશમાં પણ છે ડિમાન્ડ :- ગુચ્છી મશરૂમનું વૈજ્ઞાનિક નામ - માર્કુલા એસ્ક્યુપલેંટા છે. ભારત સહિત અમેરિકા, ફ્રાંસ, ઈટલી સહિતના દેશોમાં પણ તેની વધુ માંગ છે. આ મશરૂમની સિઝન જાન્યુઆરી થી મધ્ય એપ્રિલ સુધી હોય છે. આ શાકને યોગ્ય રીતે સુકાયા બાદ માર્કેટમાં ઉતારવામાં આવે છે. હિમાચલના લોકો આ મશરૂમની શોધમાં કેટલાક દિવસો સુધી જંગલમાં ભટકે છે. 🍄કેટલીક બીમારીઓ સામે છે ફાયદાકારક :- આ મશરૂમમાં કેટલાક ઔષોધીય ગુણ હોય છે. આમા બી કોમ્પ્લેકસ વિટામિન, વિટામિન-ડી અને કેટલાક અમીનો એસીડ પણ સામેલ છે. આ મશરૂમને હાર્ટને બીમારી સમે ફાયદાકારક માનવામાં આવે છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
26
4