ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનસકાલ
ગાય ભેંસ માટે રહેઠાણ કેવી રીતે બાંધવું?
રહેઠાણ બાંધતી વખતે, ખેતરના ઊંચા સ્તર પર સખત અને સપાટ વિસ્તારો પસંદ કરો, જેથી પશુઓનું મળ મૂત્ર, ગંદા પાણી વગેરેનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે. દરેક પ્રાણીના ગમાણ માટે યોગ્ય જગ્યા અને હલન ચલન માટે પર્યાપ્ત જગ્યા પૂરી પાડવી જોઈએ
રહેઠાણની છત યોગ્ય ઊંચાઇ પર હોવી જોઈએ અને તેમાંથી પાણી ટપકે નહિ તેવી હોવી જોઈએ. રહેઠાણમાં ખૂબ સૂર્યપ્રકાશ અને હવા હોવા જોઈએ. • રહેઠાણમાં ગટર અને ગમાણની અને ઉભા રહેવાની જગ્યામાં સૂર્યપ્રકાશ મેળવવા માટે, દક્ષિણ-ઉત્તરની બાજુએ હોવું જોઈએ. ગમાણની જમીન શેકેલી ઇંટોની હોવી જોઈએ. જમીનને ઢોળાણ હોવું જોઈએ • પ્રાણીઓને યોગ્ય રીતે ઘાસ ચારો ખાતા ફાવે તેવી રીતે તેમની ગમાણ બાંધો. ગમાણની સપાટી સુંવાળી અને ગોળાકાર હોવી જોઈએ. રહેઠાણની છત વજનમાં હલકી, કઠણ, ટકાઉ હોવી જોઈએ. • પ્રાણીઓને તાજું અને સ્વચ્છ પાણી કાયમ મળે તે માટે ટાંકીનું નિર્માણ કરો. પશુઓનું છાણ, મૂત્ર જમા કરવા માટે રહેઠાણની કિનારીઓ પર ગટર બનાવો. રહેઠાણનું બાંધકામ કરતી વખતે પશુચિકિત્સકની સલાહ લો. રહેઠાણ બાંધવાની પદ્ધતિ: અ) પુંછડી સામે પુંછડી પદ્ધતિ આ પદ્ધતિમાં, પ્રાણીઓને ધોવા અને દોહવા માટે બે પંક્તિઓ વચ્ચેની જગ્યા વધુ ઉપયોગી છે. પશુઓના મોઢા બહારની બાજુએ હોય છે, તેથી ચેપી રોગો થવાની શક્યતા ઓછી હોય છે તેમજ બહારથી તાજી હવામાં મેળવી શકાય છે. દૂધ દોહનારાઓ પર નજર રાખવી સરળ છે. જે પ્રાણીઓ ગરમીમાં હોય તેમને સરળતાથી ઓળખી શકાય છે. બ) મોઢા સામે મોઢું પદ્ધતિ મોઢા સામે મોઢું રાખીને બાંધેલા પશુઓનું યોગ્ય રીતે નિરીક્ષણ કરી શકાય છે. રહેઠાણની બંને બાજુઓ પર જગ્યા હોવાથી સૂર્યપ્રકાશ વધુ મળે છે. ઘાસચારો ખવડાવવું સરળ થાય છે. રોગનો ફેલાવો ખૂબ જ ઓછો થાય છે. ગૌસંશોધન અને સુધારણા યોજના, મહાત્મા ફુલે કૃષિ યુનિવર્સિટી, રાહુરી સંદર્ભ-સકાળ એગ્રોસ્ટાર દ્વારા અનુવાદિત
31
1
સંબંધિત લેખ