ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનએગ્રોવન
ગાય અને ભેંસનું પાલન કરવા માટેના મહત્વના પરિબળો
ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં, ગાય અને ભેંસોને દૂધ ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્યવસાય ગ્રામીણ વિસ્તારોમાં સ્વ-રોજગાર પૂરું પાડે છે. તેથી, આર્થિક લાભો માટે પશુ પાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવશ્યક છે.
ગાય અને ભેંસની પસંદગી અને તંદુરસ્તીના લક્ષણો- 1. જ્યારે ગાય અને ભેંસોને પસંદ કરતા હોય,જાતિ, જાતિની લાક્ષણિકતાઓ, રંગ, ફોર્મ, બંધારણ અને પ્રાણીઓની વંશાવળી તપાસવી જરુરી છે. 2. જો પશુઓની ખરીદી એક પશુપાલક પાસેથી કરવાની હોય તો, જન્મ, ગર્ભાવસ્થા, સરેરાશ દૂધ ઉત્પાદન, રસીકરણ વગેરે વિશેની માહિતી મેળવી શકાય છે. 3. પ્રાણીઓ ગર્ભવતી હોય ત્યારે અથવા તેઓએ બે કે ત્રણ વખત ગર્ભધારણ કર્યુ હોય ત્યારે ખરીદવા જોઈએ તેમની ઉંમર લગભગ ચાર વર્ષ જેટલી હોવી જોઈએ. પ્રાણીઓના કમર હાડકાઓમાં સારું અંતર હોવું જોઈએ જેથી ગર્ભની વૃદ્ધિ અને પ્રસુતિ સરળ બની જાય. 4. ગાય અને ભેંસ તંદુરસ્ત હોવા જોઈએ. તેમની તંદુરસ્તી નરમ અને ચમકદાર ત્વચા, નાકના ભીનાશ પરથી જોઈ શકાય છે આંખો પાણીદાર અને બરફ જેવી સફેદ હોવી જોઈએ. જો સ્પર્શ કરી તો તેમની ચામડી ગરમ અને નરમ લાગવી જોઈએ. 5. સ્વસ્થ પશુ હંમેશા સાવચેત અને હોંશિયાર દેખાય છે, તેના કાન તરત ઊભા થાય છે. 6. સ્વસ્થ પ્રાણી હંમેશા ઉત્સાહપૂર્વક ચાલે છે રોગગ્રસ્ત પ્રાણી એક જ જગ્યાએ અને આળસુ રહે છે. 7. ખરીદી કરતી વખતે, પ્રાણીને આસપાસ ચાલવા માટે લઈ જવું જોઈએ. પગમાં કોઈ ખામી અથવા ચાલવામાં મુશ્કેલી વિશે જાણી શકાય છે. સંતુલિત આહાર - 1. પશુ આહારમાં લીલો ચારો, સૂકવેલા ઘાસચારો અને ફીડની માત્રા વૈજ્ઞાનિક રીતે નક્કી કરવી જોઈએ. પ્રાણીઓ માટે તેમના શરીરના વજનના 2.5 થી 3 ટકા સુકો ખોરાક જરૂરી છે. 2. દરેક લિટર દૂધ માટે, પ્રાણીઓને 300 થી 400 ગ્રામ પૌષ્ટિક પશુ ચારો જરુરી છે. કેલ્શ્યમ, ફોસ્ફરસ જેવા તત્વો દૂધ સાથે બહાર જવાના કારણે, પશુ આહાર સાથે 50 થી 100 ગ્રામ ક્ષારીય મિશ્રણ આપવું જોઈએ. 3. દિવસમાં 4 થી 5 વખત દુધાળા ગાય અને ભેંસોને ખોરાક આપવો જોઈએ. પશુ આશ્રયસ્થાન 1. ભવિષ્યમાં પ્રાણીઓની સંખ્યામાં વધારાને ધ્યાનમાં લઈને પશુ આશ્રયની યોજના બનાવવી. દરેક પ્રાણી માટે લગભગ 65 થી 75 ચોરસફૂટ જગ્યાઉપલબ્ધ હોવી જોઈએ. 2. ગાય અને ભેંસને ફરવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવી જોઈએ. 3. પશુ આશ્રયસ્થાનમાં સૂર્યપ્રકાશ અને હવાની આવર જવર સારી હોવી જોઈએ. 4. પશુ આશ્રયની આસપાસ, ફ્રેમના નેટનો ઉપયોગ કરીને પરિસર ઊંચું લેવું જોઈએ. રસીકરણ પ્રાણીઓને રોગના હુમલાથી બચાવા માટે સમયસર રસીકરણ કરવું જોઇએ. રસીકરણથી ડિપ્થેરિયા, કાળીયો તાવ, ખરવા-મોવાસા રોગ , એન્થ્રેક્સ, આઈબીઆર, થાઇલોરિઅસિસ , વગેરે જેવા રોગોના હુમલા રોકવા મદદ મળે છે. પશુ ચિકિત્સકની સલાહ - કોઈપણ રોગના લક્ષણો અથવા જો કોઈ પ્રાણીના અનિશ્ચિત વર્તન જોવામાં આવે તો તરત જ પશુરોગ ડૉક્ટરની સલાહ લો. સંદર્ભ- એગ્રોવન 14 ઓક્ટોબર 17 એગ્રોસ્ટાર દ્વારા અનુવાદિત
60
1
સંબંધિત લેખ