પશુપાલનOnlinepatrakar
ગાયના ફાયદા છે ઘણા બધા !
🐄 પ્રાચીનકાળથી જ ગાયને માતાનો દરજ્જો મળેલ છે. ગાય ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, ગાયની પૂજા કરનારને બધા દેવી-દેવતાઓના કૃપા પ્રાપ્ત થઈ જાય છે. તેના લીધે જ આજે પણ ગાયની પૂજા કરવામાં આવે છે.
✔️ પહેલા ગાયને ઘરમાં રાખવાનું અનિવાર્ય હતું તેની પાછળ પણ અનેક કારણ છે. ગૌમૂત્રથી કેન્સરની સારવાર કરવામાં આવે છે. ગાયના પ્રભાવમાં રહેનાર વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ બીમારી થતી નથી. ગાયના ગોબરનો અનેક કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
✔️ ગાય જ્યાં રહે છે ત્યાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા સક્રિય રહી શકતી નથી અને સકારાત્મક ઊર્જાનો વધારો થતો રહે છે. ગાયમાંથી નીકળતી ગંધથી વાતાવરણમાં મોજુદ અનેક હાનીકારક કિટાણુઓ નષ્ટ થઈ જાય છે.
✔️ ગાયના દૂધથી પણ અનેક બીમારીઓમાં તે ઔષધિના રૂપમાં કામ કરે છે. ગાયને ઘરમાં રાખવાથી બધા પ્રકારના જ્યોતિષિય દોષ અને વાસ્તુદોષ નષ્ટ થઈ જાય છે. ગાયના મૂત્રમાં અનેક બીમારીમાં ઔષધીના રૂપમાં કામમાં આવે છે.
✔️ શાસ્ત્રોમાં ગાયને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવી છે. એવુ કહેવામાં આવે છે કે, જ્યા ગાયનો વાસ છે ત્યા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. પરીક્ષા કે કોઈ નોકરી માટે ઈન્ટરવ્યું આપવા જતા હો તે સમયે જો ગાયનો અવાજ સંભળાય તો ખૂબ જ શુભ ગણાય છે. તેનાથી સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે.
✔️ પદ્મપુરાણ અને કર્મપુરાણમાં કહેવાયુ છે કે ગાયને ક્યારેય ઓળંગીને જવુ ના જોઈએ. તેનાથી બનતા કામ પણ બગડી જાય છે. શાસ્ત્રોમાં કહ્યુ છે કે, ગાયના પગની ધૂળને ઘરની ચારે બાજુ છાંટવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થતો નથી. તેનાથી ધન સમૃદ્ધિ વધે છે. ગાયને નિયમિત બેસનના લાડુ કે લીલી ધાસ ખવડાવવાથી સંતાન સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Onlinepatrakar.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.