સમાચારએગ્રોસ્ટાર
૧૧૧ ગામના ખેડૂતો ને થશે લાભ !!
📢 રાજ્યના ૧૧૧ ગામોના ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત્ત અભિગમથી વધુ એક ક્રાંતિકારી કૃષિ હિતલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે.
👉🏻એટલું જ નહીં,અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ૧૧૧ ગામોના અંદાજે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે.
👉🏻 ૬ હજાર ખેડૂતોને મળશે લાભ :-
આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે ૧૧૧ ગામોના ૬ હજારથી વધુ ખેડૂતોને પણ સિંચાઇ માટે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોના અન્ય ખેડૂતોને જે રીતે નિર્ધારીત પાણી મળે છે તે જ રીતે નર્મદા જળ મળતું થશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.