AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગામડિયા ની કારીગરી, બનાવ્યું સોલાર ટ્રેક્ટર !
કૃષિ જુગાડઝી ન્યુઝ
ગામડિયા ની કારીગરી, બનાવ્યું સોલાર ટ્રેક્ટર !
બનાસકાંઠાના ડીસાના એક યુવા ખેડૂતે ઓછા ખર્ચે સોલાર અને બેટરીથી ચાલતું મિની ટ્રેકટર બનાવી આત્મનિર્ભરતાનું ઉદાહરણ આપ્યું છે. આ યુવા ખેડૂત ગુજરાતના અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યો છે. આ સોલાર ટ્રેકટર એક ટન જેટલો વજન ખેંચી શકે તેવી આની સોલરની ક્ષમતા પણ છે. આ ટ્રેક્ટર પર પાંચ માણસો સવાર હોય તો પણ તે એકદમ આરામથી દોડી શકે છે. આ સફળ સોલાર ટ્રેકટર ફક્ત 1.75 લાખના ખર્ચે માત્ર ત્રણ મહિનાની મહેનતથી તૈયાર કરાયું છે. આ ટ્રેકટર સોલરથી ચાલે છે અને તેમાં બેટરી લાગેલી હોવાથી સોલરનીં સાથે એ.સી લાઈટથી ચાર્જ પણ થાય છે. આ સોલાર ટ્રેક્ટર ડીસાના રાણપુર ગામે રહેતા પ્રગતિશીલ યુવા ખેડૂત નવીનભાઈ માળીએ બનાવ્યું છે.ગણતરીના દિવસોમાં સોલર અને બેટરીથી ચાલતું ટ્રેક્ટર તૈયાર કરી દીધું. આ ટ્રેક્ટર ખેડૂતોને મોંઘવારીના સમયમાં ડીઝલની બચત કરાવશે અને નાની બાગાયતી ખેતીમાં ઉપયોગી નીવડી શક છે. સાથે જ પશુપાલન કરતા પશુપાલકોને દૂધ ભરાવવા, ઘાસચારો લાવવામાં સરળતા રહે. સાથે જ પર્યાવરણ બચે છે અને પ્રદૂષણ પણ ન થાય તેવું હોવાથી આ ટ્રેક્ટર અનેક રીતે ખેડૂતોને ફાયદાકારક રહેશે. 👉 ખેડૂતો માટે ખાસ યોજના જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210610_GJ_SCHEME_5PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
44
12
અન્ય લેખો