AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગાભમારાની ઇયળના અટકાવ માટે ડાંગરના ધરુવાડિયાથી જ કાળજી રાખો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગાભમારાની ઇયળના અટકાવ માટે ડાંગરના ધરુવાડિયાથી જ કાળજી રાખો
ઇયળ દ્રારા થડનો ગર્ભ ખાવાને કારણે વચ્ચેનો પીલો સુકાઇ જાય છે તેને ‘ડેડ હાર્ટ’ કહે છે. આવો નુકસાનવાળો પીલો ખેંચતા સહેલાઇથી ખેંચાઇ આવે છે. સંકલિત વ્યવસ્થાપન - o ઉપદ્રવ ઓછો જોવા મળે છે તેવી જાતો જેવી કે નર્મદા, જી. આર. ૧૦૨, આઇ. આર. ૨૨, આઈ. આર. ૬૬, ગુર્જરી, તથા જી. આર. ૧૨નું વાવેતર કરવું. o ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં) કરવી. o ખાતરો ૩ થી ૪ હપ્તામાં આપવા. વધુ પડતા નાઈટ્રોજનયુક્ત ખાતરથી નુકસાન વધે છે. o ધરૂવાડીયામાં ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર અથવા કાર્બોફયુરાન ૩ ટકા અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર અથવા ફોરેટ ૧૦ જી દવા ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગુંઠા) વિસ્તારમાં ધરૂ નાખ્યા બાદ પંદર દિવસે ધરૂવાડીયામાં રેતી સાથે મિશ્ર કરી આપવો. o ડાંગરની ફેર રોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપીને રોપાણ કરવું. o આ ઇયળ ડાંગરના થડમાં અંદર ભરાઇ રહી નુકસાન કરતી હોવાથી દાણાદાર દવા વધુ અસરકારક રહે છે.
o ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર ૧૦ કિ.ગ્રા અથવા કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી ૧૦ કિ.ગ્રા અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૫% + થાયામેથોક્ષામ ૧% જીઆર ૬ કિ.ગ્રા અથવા કાર્બોફયુરાન ૩ જી ૨૦ થી ૨૫ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર ૨૦ થી ૨૫ કિ.ગ્રા પ્રતિ હેક્ટરે બે વખત (પ્રથમ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અથવા ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે અને ફરી ત્યારબાદ ૧૫-૨૦ દિવસે આપવી. o કયારીમાં જે ઠેકાણે ગાભમારાની ઇયળનો ઉપદ્રવ જોવા મળે તેવા ભાગમાં જ દવાઓ આપવી. o આ સિવાય એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮ એસસી ૩ મિ.લિ. અથવા કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૫૦ એસપી ૧૦ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૮૦ ડબલ્યુજી ૧ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૨.૫ ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઈસી ૧૦ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીયામાઈડ ૪% + બુપ્રોફેઝીન ૨૦% એસસી ૧૦ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૦.૪% + ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી ૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતાં અસરકારક નિયંત્રણ મળે છે. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
155
2