AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગલગોટા ના વાવેતર માટે યોગ્ય સમય અને ખાતર વ્યવસ્થાપન !
સલાહકાર લેખaau.in
ગલગોટા ના વાવેતર માટે યોગ્ય સમય અને ખાતર વ્યવસ્થાપન !
ગલગોટાના પાકમાં ધરૂની ફેરરોપણી ઋતુ આધારિત નીચે મુજબ કરી શકાય. ગલગોટાના પાકમાં ધરૂની ફેરરોપણી બાદ ૪પ થી પ૦ દિવસે ફૂલો આવવાની શરૂઆત થતી હોય છે. તે પ્રમાણે દિવસોની ગણતરી કરી બજાર વ્યવસ્થા અને તહેવારોને અનુરૂપ જો ધરૂ ઉછેર કરી વાવણી કરવામાં આવે તો વધુ સારા ભાવો મળી શકે છે. ઋતુ ધરૂ તૈયાર કરવાનો સમય ફેરરોપણીનો સમય ફૂલો મેળવવાનો સમય શિયાળો સપ્ટેમ્બર-ઓક્ટોબર ઓક્ટોબર-નવેમ્બર ડિસેમ્બર-ફેબ્રુઆરી ઉનાળો ફેબ્રુઆરી-માર્ચ માર્ચ-એપ્રિલ મે-જુલાઇ ચોમાસુ જુન-જુલાઇ જુલાઇ-ઓગષ્ટ સપ્ટેમ્બર-નવેમ્બર ખાતર :- જમીનની તૈયારી કરતી વખતે હેકટર દીઠ ર૦ થી રપ ટન સારુ કોહવાયેલું છાણિયુ ખાતર જમીનમાં મેળવી દેવું. ગલગોટાના સારા ઉત્પાદન માટે પ્રતિ હેકટરે ર૦૦ કિલો નાઈટ્રોજન, ૧૦૦ કિલો ફોસ્ફરસ અને ૧૦૦ કિલો પોટાશ તત્વના રૂપમાં આપવું. જેમાં નાઈટ્રોજનનો અડધો જથ્થો અને ફોસ્ફરસ અને પોટાશનો પુરેપુરો જથ્થો જમીન તૈયાર કરતી વખતે ફેરરોપણી પહેલા આપવો. જયારે નાઈટ્રોજનનો બાકીનો અડધો જથ્થો ફેરરોપણી બાદ ૪પ દિવસ પછી છોડની ફરતે ગોડ મારી રીંગમાં આપવો.
સંદર્ભ : aau.in. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર અવશ્ય કરો.
32
9