AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગરીબોને બિઝનેસ માટે, સરકાર આપી રહી છે ગેરેંટી વગર લોન !!
સમાચારએગ્રોસ્ટાર
ગરીબોને બિઝનેસ માટે, સરકાર આપી રહી છે ગેરેંટી વગર લોન !!
📢વધતી મોંઘવારી સામે ટકી રહેવા અને વ્યવસાય ટકાવી રાખવા સરકાર દ્વારા અનેક રીતે સહાયો પૂરી પાડવામાં આવી રહી છે. આમ જોવા જઇએ તો કેન્દ્ર સરકાર ગરીબોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેમાંથી એક પીએમ સ્વાનિધિ યોજના છે, જેના હેઠળ ગરીબ શેરી વિક્રેતાઓને તેમનો વ્યવસાય ફરીથી શરૂ કરવા માટે લોન આપવામાં આવી રહી છે. 👉અત્યાર સુધીમાં કરાયું ૩.૫ હજાર કરોડ રૂપિયાનું વિતરણ તાજેતરમાં, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે PM સ્વાનિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩૫૦૦ કરોડ રૂપિયાથી વધુ શેરી વિક્રેતાઓને વહેંચવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પીએમ સ્વાનિધિ યોજના હેઠળ, ૫૩.૭ લાખ પાત્ર અરજીઓ પ્રાપ્ત થઈ છે, ૩૬.૬ લાખ લોન મંજૂર કરવામાં આવી છે, અને ૩૩.૨ લાખ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩૫૯૨ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે અને લગભગ ૧૨ લાખ શેરી વિક્રેતાઓએ તેમની પ્રથમ લોન ચૂકવી દીધી છે. 👉સબસિડી જેમાં ૧૦ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. લોનની રકમ એક વર્ષની અંદર હપ્તામાં ચૂકવી શકાય છે. વિક્રેતાઓને સમયસર લોનની ચુકવણી પર ૭ ટકા વાર્ષિક સબસિડી આપવામાં આવે છે. બીજી તરફ, વેન્ડર પ્રથમ વખત નિર્ધારિત સમયની અંદર લોનની ચુકવણી કરે પછી, બીજી વખત ૨૦ હજાર રૂપિયા સુધીની લોન લઈ શકાય છે અને તે જ રીતે ત્રીજી વખત ૫૦ હજાર રૂપિયાની લોન લઈ શકાય છે. આ યોજના હેઠળ દંડની કોઈ જોગવાઈ નથી. 👉અરજી કરવાની રીત આ યોજનામાં અરજી કરવાં માટે તમારે સૌપ્રથમ PM સ્વાનિધિની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. જો તમે પહેલી વાર લોન લઈ રહ્યા છો તો Apply loan ૧૦k પર ક્લિક કરો. તેવી જ રીતે, જો તમે ૨૦ હજાર અથવા ૫૦ હજાર રૂપિયાની લોન માટે પાત્ર છો, તો અનુક્રમે લોન Apply loan ૨૦k, Apply loan ૫૦K ના વિકલ્પ પર ક્લિક કરો, જે પછી તમારે પૂછવામાં આવેલી વિગતો ભરવાની રહેશે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
50
5
અન્ય લેખો