AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગરમીનો ગુજરાતમાં કાળો કહેર, જાણો વરસાદ અંગે
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
ગરમીનો ગુજરાતમાં કાળો કહેર, જાણો વરસાદ અંગે
દેશભરમાં હાલ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. તો ત્રીજા દિવસે યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વરસાદ માટે આ વાતાવરણ પોઝિટિવ હોવાનું હવામાન વિભાગનું માનવું છે.
ઉત્તર અરબી સમુદ્રમાં હાઈપ્રેશર સર્જાયુ છે. જેના કારણે તેની અસર ગુજરાત સહિત આખા દેશમાં વાર્તાઇ રહી છે. હજી રાજ્યમાં બે દિવસ સુધી ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચશે. પરંતુ ત્યારબાદ પવનની દિશા બદલાતા ગરમી ઓછી થાય તેવી શક્યતા હવામાન વિભાગ જણાવી રહ્યું છે. રાજ્યમાં હજી ત્રીજા દિવસે યલો એલર્ટની આગાહી છે. પરંતુ અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે વરસાદ આવવાની આશંકા સેવવામાં આવી છે. 6થી 7 તારીખ સુધી મોન્સૂન કેરળમાં હિટ કરે એવી શક્યતા હવામાન વિભાગ દર્શાવી રહ્યું છે. સાથે ભારતના દક્ષિણ પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતાઓ દેખાઇ રહી છે. સંદર્ભ : સંદેશ ૩૧ મે, ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
24
0