AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગરમીની ઋતુમાં પશુનું ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન
પશુપાલનએગ્રોવન
ગરમીની ઋતુમાં પશુનું ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન
ગરમીની મોસમમાં પશુઓ (જેવા કે ગાય, ભેંસ, અને બીજા) પર ખૂબ તણાવ પેદા કરે છે, જે દૂધ ઉત્પાદનમાં ઘટાડો કરે છે.આવી ઋતુ દરમિયાન, પશુઓનું ખૂબ જ કાળજીપૂર્વક સંભાળ રાખવી જરૂરી છે. પૌષ્ટિક આહાર * પશુઓને સવારે અને સાંજે ચારો આપો. પશુઓનુ સારુ આરોગ્ય જાળવવા ચારામાં પૌષ્ટિક આહાર જેવાં કે લીલો ઘાસચારો, મકાઇ,લ્યુસેર્ન ઘાસ, જુવારનો સમાવેશ કરવો જોઇએ. * તેમના રોજિંદા ખોરાકમાં ખનિજ મિશ્રણનો ઉપયોગ કરો, જે તેમની પ્રજનન અને દૂધ ઉત્પાદનની ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
પીવાનું ચોખ્ખું પાણી * તેમને પુષ્કળ શુદ્ધ પાણી પીવડાવવું જે તેમના શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરશે. * પશુઓને પાણી સરળતાથી પ્રાપ્ય થાય તે માટે પાણીના પાત્રો મોટા હોવા જોઇએ. જો પશુઓ મુક્તપણે ખુલ્લા પ્રદેશમાં રખડતા હોય,તો પાણીના પાત્રોને છાંયડામાં રાખો. યોગ્ય આશ્રયસ્થાન * વાછરડા,ઘરડા અને બીમાર પશુઓ માટે પર્યાપ્ત આશ્રય જરૂરી છે. * પશુઓને સવારે અને સાંજે ચરાવવા લઇ જાઓ,બપોરે ચરાવવાનું ટાળો, ગરમીની ઋતુ દરમિયાન પશુઓને છાંયડામાં રાખો. * છાપરાંને ઘાસથી ઢાંકો અને પાણી છાંટો જેથી ગરમીમાં ઘટાડો થાય,જરૂર પડે તો, પંખા અને ફોગર ગોઠવો. * પશુઓના શેડને વૃક્ષોથી ઘેરાયેલો રાખશો, તો તે અંદર તેમજ આસપાસના વિસ્તારના તાપમાનને જાળવવામાં મદદ કરશે. સંદર્ભ: એગ્રોવન (ડૉ.મિનલ પર્હાદ) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
701
0
અન્ય લેખો