AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગજબ ! VR ગોગલ્સથી પશુપાલક મેળવી રહ્યા છે વધુ દૂધ ઉત્પાદન !
આંતરરાષ્ટ્રીય ખેતી,કૃષિ જ્ઞાનTV 9 ગુજરાતી
ગજબ ! VR ગોગલ્સથી પશુપાલક મેળવી રહ્યા છે વધુ દૂધ ઉત્પાદન !
🤓 આ અનોખો કિસ્સો તુર્કીનો છે. જ્યાં એક ખેડૂતે તેની ગાયોને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સ પહેરાવ્યા છે. આ ચશ્માની મદદથી તે ગાયોને અનુભવ કરાવે છે કે તેઓ ઉનાળાની ઋતુમાં ખુલ્લા મેદાનમાં ચરવા નીકળી છે, જેની ગાયો પર સકારાત્મક અસર પડી છે. ખેડૂત અનુસાર ગાયો ગૌચરમાં ચરવાના આ વર્ચ્યુઅલ અનુભવથી ખુશ થઈ અને વધુ દુધ આપે છે. ચશ્મા લગાવ્યા બાદ ગાયો હોય છે ખુલ્લા મેદાનમાં ! 🤓 ઇઝ્ઝત કોકાક તુર્કીના અક્સારાય શહેરમાં રહે છે. ઉનાળામાં તેમની ગાયોને ખુલ્લા આકાશ નીચે ખેતરોમાં ચરતી હોય તેવો અનુભવ કરાવા માટે તેણે તેની આંખો પર વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ગોગલ્સ લગાવી દીધા. જેના કારણે ગાયોને લાગ્યું કે તેઓ સૂર્યના ગરમ પ્રકાશમાં લીલા ગોચરમાં મુક્તપણે ચરી રહી છે. 🤓 ખેડૂતનું કહેવું છે કે તેને એક રિસર્ચથી ખબર પડી કે લીલોતરી અને બહારનો અવાજ ગાયોને ખુશ કરે છે અને તે વધુ દૂધ પણ આપે છે. પશુપાલક મિત્રો, તમે આ ટેક્નોલોજી વિષે શું કહેશો. સંદર્ભ : TV 9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
5
અન્ય લેખો