પશુપાલનTV 9 ગુજરાતી
ગજબ ! 1 કરોડનો આખલો, જાણો આખલા ની ખાસિયતો !
🐂 હાલમાં જ બેંગલોરમાં યોજાયેલા એક કૃષિ મેળામાં ક્રિષ્ના નામનો આખલો ચર્ચામાં રહ્યો હતો. મેળામાં વેપારીઓએ તેની એક કરોડ સુધીની બોલી લગાવી હતી. ક્રિષ્નાના માલિકનું કહેવું છે કે બજારમાં તેના વીર્યની ઘણી માગ છે. ઉપરાંત તેના વીર્યનો એક ડોઝ બજારમાં હજાર રૂપિયામાં વેચાય છે. આ આખલો મેળામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ જાતિના તમામ પશુઓ A2 પ્રોટીન ધરાવતા દૂધ માટે જાણીતા છે. જો કે, હવે આ પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં વેપારીઓ આ આખલા ખરીદવા માટે 1 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી રહ્યા છે. 🐂 આ આખલાની ઉંમર માત્ર સાડા ત્રણ વર્ષની છે. પરંતુ તેણે મોટી ઉમરના આખલાને પણ પાછળ છોડી દીધા છે. આખલાના માલિક બોરેગૌડાએ જણાવ્યુ કે, સામાન્ય રીતે એકથી બે લાખની વચ્ચે આખલાઓ વેચાય છે. તેમજ આ પહેલા ક્યારેય એક કરોડની બોલી લગાવવામાં આવી નથી.વધુમાં કહ્યુ કે, આ જાતિની એક વિશેષતા છે. તેનું વજન 800 થી હજાર કિગ્રા હોય છે. તેમજ તેની લંબાઈ સાડા છ થી 8 ફૂટ સુધીની છે. ક્રિષ્નાના માલિકનું કહેવું છે કે જો આ આખલાની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે આગામી 20 વર્ષ સુધી જીવશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
7
અન્ય લેખો