AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગજબ કેવાય, એક વર્ષમાં 2.5 કરોડની શાકભાજીનું વેચાણ !
સફળતાની વાર્તાTV 9 ગુજરાતી
ગજબ કેવાય, એક વર્ષમાં 2.5 કરોડની શાકભાજીનું વેચાણ !
👩🏻‍🌾 ઝારખંડના હજારીબાગમાં ખેડૂતોને મદદ કરવા માટે એક કંપની બનાવવામાં આવી હતી, જેનું નામ ચુરચુ નારી ઉર્જા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ હતું. આ કંપનીના તમામ બોર્ડ મેમ્બર મહિલાઓ છે. મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ છે. આ લોકોએ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને એકજુટ કરી કંપની બનાવી અને તેમને ખેતી કરાવી અને તેમની પ્રોડક્ટ્સનું માર્કેટમાં વેચાણ કર્યું. 👩🏻‍🌾 આજે 18 લાખ રૂપિયાની શેર મૂડી ધરાવતી આ કંપનીના 2500થી વધુ ઈશ્યુ ધારકો છે અને આ કંપનીમાં 7000 થી વધુ મહિલા ખેડૂતો સંકળાયેલા છે. મહિલાઓની આ કંપનીએ એક વર્ષમાં 2.5 કરોડ રૂપિયાના શાકભાજી વેચ્યા છે. 👩🏻‍🌾 આ કંપનીએ સમગ્ર દેશમાં સૌથી વધુ શાકભાજીના વેપારમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહિલાઓ દ્વારા સંચાલિત ઝારખંડનું એકમાત્ર FPO ચુરચુના હજારીબાગના અત્યંત ઉગ્રવાદ વિસ્તારમાં કામ કરે છે. ચુરચુ નારી ઉર્જા ફાર્મર પ્રોડ્યુસર કંપનીની રચના 6 જૂન 2018ના રોજ કરવામાં આવી હતી. 👩🏻‍🌾આજે આ કંપનીમાં 7000થી વધુ મહિલા ખેડૂત સભ્યો છે. જેમાં લગભગ 2,500 મહિલા શેરધારકો છે. આટલું જ નહીં 18 લાખ રૂપિયા તેમની શેર મૂડી છે. આ નાણાકીય વર્ષમાં તેમણે 2 કરોડ 75 લાખ રૂપિયાની કૃષિ પેદાશોનું વેચાણ કરીને ઈતિહાસ રચ્યો છે. આ મહિલાઓને તેમના કામ માટે પુરસ્કાર પણ મળ્યો છે. 👩🏻‍🌾 સમગ્ર દેશમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ દિલ્હીમાં 17મી ડિસેમ્બરે લાઈવલીહુડ સમિટ FPO ઈમ્પેક્ટ એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન રોબો બેંક, નાબાર્ડ, નીતિ આયોગના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી 450 નાના-મોટા એફપીઓએ ભાગ લીધો હતો. 💻 કોમ્પ્યુટરથી માંડીને એકાઉન્ટિંગ શીખ્યા: એટલા માટે આ મહિલાનો પરચમ દિલ્હીમાં લહેરાયો છે. દિલ્હીમાં સન્માનિત થયા બાદ તેઓ હજારીબાગના ચુરચુમાં પહોંચી ગયા છે અને ફરીથી મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં લાગી ગયા છે. કંપની સાથે જોડાયેલી મહિલાનું કહેવું છે કે પહેલા તેમને માલ ક્યાં વેચવો, ઉત્પાદન કેવી રીતે કરવું જેવી ઘણી સમસ્યાઓ થતી હતી. 💻 પરંતુ આ કંપનીએ તેમની તમામ સમસ્યાઓનો અંત લાવી દીધો છે. હવે તેમના ખેતરમાંથી જ બધો માલ વેચાય છે. તેમને બજારમાંથી સસ્તા ભાવે બિયારણ અને ખાતર પણ મળે છે. બજાર સમિતિના સચિવ પણ કહે છે કે આ FPO મહિલા સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ છે. મહિલાઓના પ્રયાસો હવે ફળી રહ્યાં છે. દિલ્હીમાં પણ તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. 💻 બજાર સમિતિ આ એફપીઓ માટે આગામી સમયમાં વધુ સારી કામગીરી કરવા માટે હંમેશા તત્પર છે. સખત મહેનત અને ઈમાનદારીથી કામ કરવાથી સફળતા મળે છે. લોકો આર્થિક રીતે પણ સમૃદ્ધ છે અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવે છે. સંદર્ભ : TV 9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
4
અન્ય લેખો