રમૂજીદિવ્યભાસ્કર
ગજબ ! 'ઉંદર થયો નિવૃત્ત' મળ્યા છે અનેક અવૉર્ડ !
સ્નિફર ડોગ શબ્દ તો તમે ઘણી વખત સાંભળ્યો હશે. આ પ્રકારના ડોગ તમે જોયા પણ હશે. પોલીસ, સેના અથવા રેસ્ક્યૂ ટીમ સાથે તેમના ઓપરેશન્સ સમયે એ જોવા મળે છે. તેમને સૂંઘવાની શક્તિ અથવા ક્ષમતાને લીધે દર વર્ષે હજારો-લાખો લોકોના જીવ બચે છે, પણ શું તમે કોઈ એવા 'રેટ સ્ક્વોડ' અથવા ઉંદર વિશે સાંભળ્યું છે કે જે સ્નિફર ડોગ્સની માફક સેંકડો લોકોના જીવ બચાવે છે. સૌથી પહેલા આ વાત જાણો કમ્બોડિયામાં ગૃહયુદ્ધ સમયે જંગલોમાં હજારોની સંખ્યામાં બારુદી સુરંગ બિછાવવામાં આવી હતી. મોટા ભાગે અહીંથી પસાર થતા લોકોના પગ એની ઉપર પડી જતા. દબાણ આવતાંની સાથે જ લેન્ડ માઈન્સ ફાટી જતો અથવા એને લીધે વિસ્ફોટ થતો. વિશ્વભરમાં એને લઈ વ્યાપક પ્રમાણમાં ચિંતા થતી. ખાસ વાત એ છે કે આ બારુદી સુરંગ એવા ક્ષેત્રમાં હતા, જ્યાં વિશ્વપ્રસિદ્ધ અંકોરવાટ મંદિર છે. વિશ્વભરમાંથી અહીં પર્યટકો પણ આવતા હતા. કમ્બોડિયા કુદરતી રીતે ખૂબ જ સુંદર દેશ છે, જેથી અહીં પર્યટકો વધારે સંખ્યામાં આવે છે. જબરદસ્ત કામ : માગાબા કમ્બોડિયામાં રહેલો એક 'સ્નિફર રેટ' છે. બારુદી સુરંગોથી કમ્બોડિયાની સરકાર ખૂબ જ તકલીફમાં હતી. આ સમયે બેલ્જિયમના એક ચેરિટી ઓર્ગેનાઈઝેશનને એક શ્રેષ્ઠ આઈડિયા આવ્યો હતો. તેણે તાંઝાનિયાથી એક ખાસ નસ્લના કેટલાક ઉંદર ખરીદ્યા. એમની સૂંઘવાની શક્તિ અસાધારણ હતી. 71 લેન્ડમાઇન્સ અને 38 જેટલા વિસ્ફટકોને શોધી લેનારો માગાબા હવે થાકી ગયો છે. એની ઉંમર સાત વર્ષની છે. પાંચ વર્ષમાં તેણે 2 લાખ 25 હજાર સ્ક્વેર મીટરમાં કામ કરી હજારો લોકોનો જીવ બચાવ્યો છે. મળ્યા છે અને સન્માન : પહેલાં એનો ઉપયોગ તાંઝાનિયાની કેમિકલ ફેક્ટરીમાં પણ કરવામાં આવતો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એને રોડેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એને અનેક સન્માન મળી ચૂક્યા છે. 👉 મોંધામાં મોંધી કેરી, લોકો એક કેરી માટે ખર્ચે છે એક હજાર રૂપિયા જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210610_GJ_NAYI_11AM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : દિવ્યભાસ્કર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4
અન્ય લેખો