AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગજબનો આઈડિયા અપનાવો અને લાઈટબીલ ઘટાડો !
સમાચારએગ્રોસ્ટાર
ગજબનો આઈડિયા અપનાવો અને લાઈટબીલ ઘટાડો !
📢આ જોરદાર આઈડિયાથી તમારું ઈલેક્ટ્રિકસિટી બીલ થઈ જશે ઝીરો, વર્ષો વર્ષ ફ્રીમાં ચાલશે એસી-કૂલર સહિતના ઉપકરણો 📢સૌથી પહેલા તો સમજી લો કે અમે કઈ ટ્રિક વિશે વાત કરી રહ્યા છીએ. એનાથી તમારું માસિક વીજ બિલ શૂન્ય થઈ જશે. જો તમારે ઘરનું વીજબીલ શૂન્ય કરવું હોય તો સોલર એનર્જીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છીએ. સોલાર એનર્જીના ઘણા ફાયદાઓ છે. જો તમે સોલર પેનલનો ઉપયોગ કરશો તો તમને સરકાર તરફથી પણ ઘણી આર્થિક મદદ મળશે. સૌર ઉર્જાની મદદથી તમે તમારી જરૂરિયાત મુજબ વીજળી ઉત્પન્ન કરી શકો છો અને મોંઘા વીજળીના બિલમાંથી પણ છુટકારો મેળવી શકો છો. 📢સોલાર પેનલ લગાવવા પર, તમને સરકાર તરફથી સબસિડી પણ મળશે. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ એ એક વખતનું રોકાણ છે, જેના પછી વર્ષો સુધી એ પેનલનો ઉપયોગ વીજળી મેળવવા કરી શકો છો. તમને જણાવી દઈએ કે સોલાર પેનલનું આયુષ્ય લગભગ 25 વર્ષ છે, જેનો સીધો અર્થ એ છે કે 25 વર્ષ સુધી તમે વીજળીના બિલમાંથી મુક્તિ મેળવી મફતમાં વીજળીનો ઉપયોગ કરી શકશો. 📢સોલાર પેનલ ફિટિંગ કરવામાં સરકાર આપે છે સબસિડી આજના સમયમાં સરકાર પણ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે વ્યસ્ત છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયે એક નવી સોલર રૂફટોપ યોજના શરૂ કરી છે, જે હેઠળ 3 kW સુધીની સોલાર પેનલ્સ લગાવવા માટે 40 ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવી રહી છે. 📢આ રીતે સોલાર પેનલના ખર્ચને સમજો જો તમે 2 kW સોલાર પેનલ ફિટિંગ કરાવો છો તો તમારે લગભગ 1.2 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આવી સ્થિતિમાં 40% એટલે કે લગભગ 48 હજાર રૂપિયાની સબસિડી પછીથી તમારે 72 હજાર રૂપિયા જેટલો ખર્ચો તમારે સોલાર ફિટિંગ પાછળ કરાવવો પડશે. 📢ઉપરાંત તમે સરકારની સત્તાવાર વેબસાઇટ https://solarrooftop.gov.in/ પર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે અરજી કરી શકો છો. સંદર્ભ :એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
3